________________
233
Vol. XXX, 2006
પ્રાચ્યવિદ્યાવિદ્ મુનિશ્રી જિનવિજયજી "यह लेख खरतर गच्छ के आचार्य जिनोदय सूरिने, गुजरात के पाटण नगर से, अपने पूज्य लोकहिताचार्य के प्रति, जो उस समय अयोध्या नगर में चातुर्मास निमित्त रहे थे, भेजा था । यह पत्र बहुत ही सुन्दर एवं प्रौढ साहित्यिक भाषा में लिखा गया है । बाण, दण्डी और धनपाल जैसे महाकवियों द्वारा प्रयुक्त गद्य शैली के अनुकरणरूप में यह एक आदर्श रचना है । आलंकारिक भाषा की शब्दच्छता के साथ, इसमें ऐतिहासिक घटना के निर्देशक वर्णनों का भी सुन्दर पुट संमिश्रित હૈ” (
ર્વિવત્ પ્રાસ્તાવિ પૃ. ૨, વિજ્ઞમત્તેવ સંપ્રદ )
આમ ઘણી ઉપયોગી માહિતી આવા પત્રોમાં પ્રાપ્ત થાય છે. તેમણે વિજ્ઞપ્તિ ત્રિવેણી - વિજ્ઞપ્તિ મહાલેખ - આનન્દપ્રબન્ધ લેખાદિનું પ્રકાશન કર્યું હતું. ત્યાર બાદ આ સમગ્ર લેખોના સમુચ્ચયરૂપ વિજ્ઞપ્રિલેખ સંગ્રહ નામનો ગ્રંથ સીંઘી જૈન ગ્રંથમાળામાં પ્રગટ કર્યો હતો.
૧૯૫૨માં તેમની સેવાની કદરરૂપે જર્મનીની વિશ્વવિખ્યાત ઓરીએન્ટલ સોસાયટીના સન્માનીય સદસ્યરૂપે ચૂંટવામાં આવ્યા. ૧૯૬૧ માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો.
આ ઉપરાંત શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક તથા રાજસ્થાન સાહિત્ય અકાદમી દ્વારા મનીષીની પદવી એનાયત કરવામાં આવી હતી. સને ૧૯૬૩માં ભારતીય વિદ્યા ભવન, મુંબઈ દ્વારા માના સભ્ય બનાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
જીવન દરમ્યાન વિદ્યાના અનેક કાર્યો કર્યા. વિદ્વાનો સાથે તેમનો પરિચય અત્યંત મધુર હતો. જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના અનેક વિદ્વાનો તેમના અંગત મિત્રો હતા. એ. એન. ઉપાધ્યયે, પં. સુખલાલ સંઘવી, જુગલકિશોર મુન્નાર, દેવેન્દ્રકુમાર શાસ્ત્રી, અગરચંદ, નાહટા, ભવરલાલ નહાટા, પી.વી. બાપટ, હરીન્દ્ર વિદ્યાભૂષણ, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભયાણી, રસીકભાઈ પરીખ, વાસુદેવ શરણ અગ્રવાલ, મહેન્દલે, ઘાટગે, આલ્ફસ ડોફ આદિ વિદ્વાનોના નામો ગણાવી શકાય.
સમાજ સેવા :
મુનિશ્રીએ સમાજ સેવાના ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન કર્યું હતું. માતાની સ્મૃતિરૂપે તેમણે રૂપાયેલીમાં રાજકુમારી બાલમંદિરની (૧૯૬૭) સ્થાપના કરી હતી. ચંદેરિયા (ચિતોડ)માં સર્વોદય સાધના આશ્રમની સ્થાપના કરી લોકોપયોગી કાર્યો શરૂ કર્યા હતા. તદુપરાંત હરિભદ્રસ્મૃતિ મંદિર, ચિતોડગઢ, ભામાશા ભારતી ભવન-ચિતોડની સ્થાપના કરી જન સમાજ સાથે ગાઢ સંબંધ જાળવી રાખ્યો હતો તથા વિદ્યા સાધનાની જેમ જન સેવાની તેમની અભિરુચિ સ્પષ્ટ થાય છે.
ભારતીય વિદ્યા અને પુરાતત્ત્વ વિદ્યાના અજોડ વિદ્વાન મુનિશ્રી જિનવિજયજી ૮૯ વર્ષની વયે અમદાવાદમાં તા. ૩, જૂને ૧૯૭૬ના રોજ અવસાન પામ્યા. તેમની અંતિમ સંસ્કારવિધિ રાજસ્થાન સરકાર દ્વારા રાજકીય સન્માન સાથે ચંદેરિયા (રાજસ્થાન)માં કરવામાં આવી હતી. તેમના સ્વર્ગગમનથી ભારતીય વિદ્યાના એક નખશિખ વિદ્વાનની ન પૂરી શકાય તેવી ખોટ પડી.