________________
222 રસીલા કડીઆ
SAMBODHI લીટી ૨૭થી ૪૫ સુધી કઈ રીતે ભાગ પાડ્યા તેની વિગત અપાઈ છે. વીરા તથા લછાઈને (મા તથા દીકરાને) સાથે રહેતા હોવાથી બે ભાગ મળે છે. આ ઘરનું વર્ણન આપતાં જણાવ્યું છે કે તે ઘર મોટું છે, બે ખંડ છે. પૂર્વાભિમુખનું છે. ઓરડા ઉપર પટણી (પાટડો) છે. પડસાળ મળે પાણીનું સ્થાન છે તેના હક્ક સહિત તથા પરસાળના દ્વાર ઉપર બારી છે એ ઘરના આંગણામાં ચાલવાના હક્ક સહિત આપવામાં આવે છે. પછી ઘરના ચાર ખૂંટ (ઘરની હદ નક્કી કરતી ખીલીઓ) દર્શાવ્યા છે. પૂર્વ દિશાએ નિકાલવ્યવસ્થા અને આંગણું છે. સામે સોની કલ્યાણજીના ઘરની ખડકી છે. પશ્ચિમની ભીંતે સોની હાંસલા સૂરજીના પરિવારનું ઘર છે. દક્ષિણે સોની ગોપાલજી સાંમ તથા ઉત્તરે સોની કહાનજીનું ઘર છે. બીજું ઘર જે દક્ષિણાભિમુખનું છે, જેમાં ખંડ બે છે, એકઠાળિયું છે તે લાલજીની પત્ની હરખાઈ તથા વીરાના ભત્રીજા પટેલ ભાણજીના ભાગે આવ્યું છે. તે સમયે ચાલતા અમદાવાદની ટંકશાળના આકરા કોરા માસા ૧૧ાના અંકે ૧૫ પૂરેપૂરા રોકડા એકમૂઠિ વીરા લછીએ પટેલ ભાણજી હરષાઈને આપ્યા, આમ વડવાની મિલકતની વહેંચણી થાય છે. ઉપરાંત અન્ય માલમિલકત વાસણકુસણ ઇત્યાદિની પણ વહેંચણી થઈ છે પણ દસ્તાવેજમાં આ વિગતો નોંધાઈ છે ત્યાં અક્ષરો ચહેરાઈ ગયા છે, અથવા તો છિદ્ર હોવાથી ઉકેલવા શક્ય નથી. આ વહેંચણી “યવનંતિવીરો' છે તે અર્થ માટેનો પ્રયોગ પંક્તિ ૪૦-૪૧માં છે જેમાં રૂઢિ પ્રમાણેનો “બાવંદ્રાડ ૪ મરામનદ્રાવા' દસ્તાવેજમાં પ્રયોજાયેલ છે. અંતની લીટીઓમાં ઘણા શબ્દો વંચાયા નથી કે છિદ્ર હોવાથી જતા રહ્યા છે. પરંતુ આ હકદાવો સામસામે લખી દીધો છે.' તેમ જણાવવામાં આવ્યું છે તે વાંચી શકાય છે. માતા બાઈ લડી જીવિત છે અને તેની ઉપસ્થિતિમાં જ વડીલોપાર્જિત પટેલ મેઘાની મિલકત વહેંચાય છે અને યોગ્ય રીતે સરખા ભાગ પાડ્યા છે. અંતે સહી માત્ર પટેલ ભાણજીની છે અને સાક્ષી તરીકે કોઈની સહી નથી. એ અર્થમાં કદાચ આ ખતપત્ર અપૂર્ણ છે. ખતપત્રનો અંતિમ ભાગ કોરો નથી. છેક સુધી લખાણ છે તેથી શક્ય છે કે નીચેનો થોડો ભાગ ઘસાઈને ફાટી ગયો હોય.
વળી પંક્તિ ૪૬ અને ૪૭ દસ્તાવેજમાં છે તે જ પ્રમાણે મૂકવામાં આવી છે. પંક્તિ ૪૬માં ડાબી બાજુ ‘મત્ર મતૂ' | - કરીને થોડી જગ્યા છોડીને ૪૫મી પંક્તિનું અપૂર્ણ લખાણ આપવામાં આવ્યું છે. ૪૭મી પંક્તિમાં ભાણજી બિન લાલજીની સહી છે અને સામે ‘મત્ર સાત્રિ' લખાણ છે અને ત્યારબાદનું દસ્તાવેજમાં સાક્ષી-સહીનું લખાણ ફાટી ગયું હોવાનું માની શકાય.
(૧) મૂળ દસ્તાવેજમાં પંક્તિઓને નંબર આપવામાં આવ્યા નથી, પરંતુ સ્પષ્ટતા ખાતર જ અહીં
આપ્યા છે. (૨) દસ્તાવેજમાં જ્યાં ખ ના અર્થમાં જ પ્રયોજાયેલ છે ત્યાં જ આપીને (ખ) કર્યો છે, પંક્તિના અંતે
જ્યાં ગુરુરેખા (મોટી લીટી) (–) આપી છે તે તે પંક્તિમાંનો અધૂરો શબ્દ સૂચવે છે, શબ્દ પછીની લીટીમાંના શબ્દથી પૂરો થાય છે તે સૂચવવા માટે છે. (૩) દસ્તાવેજમાં જ્યાં નાની લીટી)-લઘુરેખા છે તે સળંગ લીટીમાં આવતા કેટલાક શબ્દોને છૂટા
પાડી વાંચવા, સૂચવવા માટે છે.