Book Title: Sambodhi 2006 Vol 30
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 214
________________ 208 ડી. જી. વેદિયા SAMBODHI (૫) કાર્ય - કાર્ય નામની અર્થપ્રકૃતિના સ્વરૂપ અંગે પણ વિદ્વાનોમાં વિવિધ મતો પ્રવર્તે છે. આપણે આગળ જોયું તેમ અર્થપ્રકૃત્તિઓ એ પ્રયોજનસિદ્ધિનાં કારણો છે. હવે જે પોતે કાર્ય હોય તે કારણ કેવી રીતે હોઈ શકે? જો કાર્યને આપણે અર્થપ્રકૃતિ ગણતા હોઈએ તો એને કારણ ગણવું પડે કાર્ય એ પોતે સાધ્ય અથવા ફળ હોવાથી તે પોતે જ તેનું કારણ કેવી રીતે હોઈ શકે એવો સંદેહ સ્વાભાવિક રીતે જ જન્મે છે. જો કે આ વિરોધાભાસ આપણે એ રીતે દૂર કરી શકીએ કે કાર્ય એ નાયકની ફળ સાધનાનું મુખ્ય ચાલક બળ છે. અને તે રીતે તે પ્રયોજન સિદ્ધિનો હેતુ બની શકે છે. દશરૂપક કારને મતે કાર્ય ત્રિવર્ગ છે આ ત્રણ વર્ગ તે માનવ જીવનના ત્રણ પુરુષાર્થો, નાયક ધર્મ, અર્થ કે કામ એ ત્રણમાંથી કોઈ એક બે કે ત્રણ પુરુષાર્થને લક્ષમાં રાખીને કાર્ય કરે છે. તેથી તે ત્રણ પુરુષાર્થ કાર્યનું કારણ છે. સાહિત્યદર્પણકારને મતે રામચરિતના કથાનકમાં રાવણનો વધ તે કાર્ય છે આને આધારે એમ કહી શકાય કે ફળ પ્રાપ્તિની પૂર્વનો તદ્દન નજીકનો બનાવ કે જેમાંથી ફળ પ્રાપ્તિ સહજ બને તે કાર્ય છે. દા. ત. રાવણનો વધ તે સીતા પ્રાપ્તિ ફળનું કાર્ય છે. કારણ કે રાવણનો વધ તે સીતા પ્રાપ્તિ બરોબર જ છે. અભિનવગુપ્ત અને નાટ્યદર્પણકાર ને મતે નાયકનાં શારીરિક કે માનસિક સાધનો તે કાર્ય મલ્લિકામકરન્દના છઠ્ઠા અંકમાં કથાવસ્તુ નિર્વહણ તરફ આગળ વધે છે. અંકની શરૂઆતમાં મકરંદનું મૃત્યુ દર્શાવીને ગંધમૂષિકા નાટકના ખલપાત્રોને બરાબર ઠસાવે છે કે મલ્લિકા - ચિત્રાંગદ સાથે લગ્ન કરવા તૈયાર છે. સૌ પ્રથમ મલ્લિકાના લગ્ન યક્ષરાજ સાથે કરાવવાના હોય છે. જ્યાં પહેલેથી જ યક્ષરાજની મૂર્તિની જગ્યાએ મકરંદને ગોઠવી દેવામાં આવેલો હોય છે. ચિત્રાંગદ યક્ષરાજની મૂર્તિ ઉંચકીને મલ્લિકા સાથે યક્ષરાજ ના લગ્ન કરાવે છે. અને લગ્નવિધિ પૂરી થતાં સમગ્ર યોજનાને ઉઘાડી કરવામાં આવે છે. આખરે ચિત્રાંગદ પણ મલ્લિકાના મકરંદ સાથેના લગ્નને સ્વીકારે છે. પોતાની માતા ચંદ્રલેખા પોતાની દિકરી મલ્લિકાના મકરન્દ સાથેના લગ્નને આખરે સ્વીકારે છે. અને ગંધમૂષિકા દ્વારા મકરન્દને અપાયેલ શુભાશિષ સાથે આ રૂપકમાં નાયકનાયિકાનું મિલન – લગ્ન થતું હોવાથી સુખાન્તમાં પરિણમે છે. અને અહીં કાર્ય નામની અવસ્થા સિદ્ધ થાય છે. પાઃ નોંધ : 1. For a detailed account vide (i) L. B. Gandhi's Introduction in Sanskrit, pp. 22-39) to Nalavilāsa, pub. in GOSas No. xxix, Baroda, 1926 and (ii) the Natyadarpana of Ramchandra and Gunachandra: A Criticalstudy (pp. 209-237) by Dr. K. H. Trivedi, pub. in l. d. Series as No. 9, Ahmedabad, 1966. २. सूत्रधार :- विद्यात्रयीसर्गनिसर्गनदीष्णयेतसो निःशेषचक्रवर्तिचक्र चूडारनांशुपुज्जपिज्जरितपादपीठस्य सप्तार्णवीकूल

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256