Book Title: Sambodhi 2006 Vol 30
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 217
________________ મૈત્રક રાજા ધ્રુવસેન ૨ જાનું જેસર દાનશાસન, વલભી સંવત ૩૧૧ (ઈ.સ. ૬૩૦) ભારતી શેલત વલભીના મૈત્રક રાજા ધ્રુવસેન રજાનું બે પતરાં ઉપર કોતરેલું આ દાનશાસન જેસર (તા. સાવરકુંડલા, જિ. ભાવનગર)ના પૂ. પંન્યાસજી શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ સાહેબ પાસેથી લિપિવિદ સદ્ગત શ્રી લક્ષ્મણભાઈ ભોજકને મોકલવામાં આવ્યું હતું. તેઓશ્રીએ એનો પાઠ વાંચી લિયંતર સાથેની નકલ તૈયાર કરી હતી. સદ્ગત ડૉ. હરિવલ્લભ ભાયાણી સાહેબ દ્વારા લેખના ફોટોગ્રાફ ઉપરથી પાઠ ચકાસણી અને નોંધ તૈયાર કરી લેખનું સંપાદન કરવા આ લેખના લેખકને જણાવાયું હતું. એ અનુસાર દાનશાસનનો પાઠ નોંધ સાથે સંપાદિત કરી અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ દાનશાસન તાંબાના બે પતરાં પર કોતરેલું છે. બંને પતરાંઓને જોવા માટે એક રાજમુદ્રાની છાપવાળી લંબગોળ કડી અને બીજી સાદી ગોળ કડી છે. કાંસાના દટ્ટા ઉપરની રાજમુદ્રાની છાપમાં ઉપરના અર્ધા ભાગમાં બેઠેલા વૃષભની આકૃતિ અને એની નીચેના ભાગમાં શ્રીમ: એવું મૈત્રકકાલીન બ્રાહ્મી લિપિમાં લખાણ છે. બન્ને પતરાંઓની અંદરની બાજુ પર લખાણ કોતરેલું છે અને પતરાંઓની ચારે બાજુની કિનારી અંદરના ભાગમાં વાળેલી છે. તામ્રપત્ર કદમાં ૩૫.૫ x ૨૫.૫ સે.મી. છે અને એનું કુલ વજન ૪ કિ. ગ્રા. અને ૯૫૦ ગ્રામ છે. પહેલા પતરા ઉપર કુલ ૨૩ પંક્તિ અને બીજા પતરા ઉપર ૨૨ પંક્તિ મળી કુલ ૪૫ પંક્તિ કોતરેલી છે. દરેક પંક્તિમાં અક્ષરોની સરેરાશ સંખ્યા ૫૦ થી ૫૪ ની છે. દાનશાસનનું લખાણ મૈત્રકકાલમાં પ્રયોજાતી શૈલીની બ્રાહ્મી લિપિમાં કોતરેલું છે. લેખનો આરંભ દક્ષિણાવર્તી શંખના આકારના મંગલચિહ્ન અને સ્વસ્તિ શબ્દથી કરવામાં આવ્યો છે. લેખમાંના અક્ષરવિન્યાસની કેટલીક લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે : ૧. સંયુક્ત વ્યંજનોમાં ૬ પછી આવતા વ્યંજનને બેવડાવવાનું વલણ જોવા મળે છે; જેમકે માનાર્નવોપાન્નિતા" (પં. ૨) પટાવઝf (પં. ૨), "મા" (પં. ૪) "THીર્થ (પં. ૫), ધH (પં. ૧૫) ધુર્ગ” (. ૧૬) પૂર્વસ્યા (પ. ૩૬) “વન્દ્રા (પ. ૩૯) વગેરે.

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256