________________
186
SAMBODHI
બંસીધર ભટ્ટ (૫) બૃ. ઉપ. ૨.૪.૬=૫રી–પાદુ: ઉપર શાંકરભાષ્ય (૩૪૬=૯-૧૧). સરખાવો, બૃ. ઉપ.
૪.૫.૭ અને તે પરનું શાંકરભાષ્ય (૭૧૦=૧૪). (૬) બૃ. ઉપ. ૨.૫.૧૭=પસ્યમ્ ઉપર શાંકરભાષ્ય (૩૮૧=૨૫) સરખાવો, ઉપર I.
૨.૫. (૭) બૃ. ઉપ. ૩.૧.૮=મતિનેને ઉપર શાંકરભાષ્ય (૪૦૧.૧૪). (૮) બૃ. ઉપ. ૩.૫.૧=વત્યેિન ઉપર શાંકરભાષ્ય (૪૬૩=૨૯) (૯) બૃ. ઉપ. ૪.૩.૯=સર્વાવતઃ ઉપર શાંકરભાષ્ય (૫૮૧=૨૮) (૧૦) બૃ. ઉપ. ૪.૩.૧૧=શારીરમ્ ઉપર શાંકરભાષ્ય (૫૮૬=૩). (૧૧) બૃ. ઉપ. ૪.૪.૧૩=સ ઉપર શાંકરભાષ્ય (૬૭૮=૮). કાવ-શાખાના બૃ. ઉપ.નો આ
પાઠાંતર બરાબર છે (સરખાવો, માક્સ મ્યુલર=ભા. ૨. પા. ૧૭૮, નોંધ ૨). (૧૨) બૃ. ઉપ. ૪.૪.૧૪= વેહિ : ઉપર શાંકરભાષ્ય (૬૭૯=૬). (૧૩) . ઉપ. ૫.૪.૧=મસત્ ઉપર શાંકરભાષ્ય (૭૪૯=૮). (૧૪) બૃ. ઉપ. ૬.૨.૪=પ્રવાળી નૈવત્વે ઉપર શાંકરભાષ્ય (૮૦૧=૬). (૧૫) બૃ. ઉપ. ૬.૨.૧૫=૫: પાવત: ઉપર શાંકરભાષ્ય (૮૧૫=૧૩).
ઉદાહરણ માટેનાં આ ૧-૧૫ સ્થળોનું નિરીક્ષણ કરતાં પણ એ નિશ્ચિત થશે કે શંકર આ અને આવાં ઘણાં સ્થળોએ બૃ. ઉપ.નાં પદો કે વાક્યાંશોનાં અર્થઘટન યોગ્ય અને પુરવાર–રજૂ-કરી શક્યા નથી. શંકરના સિદ્ધાંતથી જુદા પડતા અન્ય સિદ્ધાંતવાદીઓએ કદાચ શંકરનાં આ બધાં સ્થળો, ગંભીરતાથી ધ્યાનમાં લેવાના બદલે, તે તદન સરળ કે ઉપેક્ષા કરવા જેવાં ગણી લીધાં હશે. દા. ત. જુઓ, આના અનુસંધાનમાં બૃ. ઉપ. શાંકરભાષ્ય ૨.૧.૨૦ (૩૦૮=૧૦, ૨૮; ૩૧૦=૬; ૩૧૧=૨૯), ૨.૩.૬ (૩૩)=૧૮; ૩૩૧=૧૬), ૨.૫.૧૫ (૩૭૫૦૨૪; ૩૭૬=૮-૧૪), ૩.૨. પ્રસ્તાવના (૪૦૮:૧૯),
૪.૪.૬ (૬૬૬=૧૮); અને શંકરે કરેલી કઠોર–આકરી–ટીકા ! (૩). શંકરના બ્ર. ઉપ. ભાષ્યમાં તેમની ભૂલો | દોષો કરતાંય વધારે તો તેમનું સંદિગ્ધ-માનસ
આગળ તરી આવે છે. બૃ. ઉપ.નાં અનેક સ્થળોએ કેટલાંય પદો કે વાક્યાંશોનાં વિવરણની ઘણી શક્યતાઓ હોવા છતાં તે કોઈ જ નિર્ણય પર આવી શકતા નથી. ઊલટું, તેવાં સ્થળોને તેમણે સ્પષ્ટ વિવરણ વિના જ રાખ્યાં છે ! જોકે બૃ. ઉપ. ૨.૧.૨૦ ઉપરના તેમના ભાષ્યમાં (૩૦૪=૨૮) તે એક આદર્શ નિયમ રજૂ કરે છે કેઃ વૈવૈશ્ય વાવસ્થાનેTWત્વ તૌસ્થિ વૈવિસ્ય વા... “લોક-વ્યવહારમાં કે વેદમાં આવતા કોઈ એક વાક્યનો એકથી વધારે અર્થ હોતો જ નથી”. પરંતુ વસ્તુસ્થિતિ કાંઈક જુદી છે. બુ. ઉપ. શાંકરભાષ્ય જોતાં તેમાં અસંખ્ય સ્થળો એવાં મળે છે કે જ્યાં શંકરે ક્યાંક એકેક વાક્યનાં અને વારંવાર તો