________________
197
Vol. XXX, 2006
મહાપુરાણની વિભાવના અને ભાગવત પુરાણ પુરાણના પરિબૃહણમાં ગાથા, આખ્યાન અને ઉપાખ્યાન પરમ ઉપકારક મનાય છે.*
પ્રાચીન કાળથી જ પુરાણોમાં સમાવાયેલાં ગાથા, આખ્યાન અને ઉપાખ્યાનનો સંબંધ પ્રધાનતયા વંશાનુચરિત સાથે છે.
પદ્મપુરાણ તો ધર્મનિર્ણય માટે પુરાણને અતિઆવશ્યક ગણે છે. ૨૫ આ માટે કલ્પશુદ્ધિ મુખ્ય છે. કલ્પશુદ્ધિમાં શ્રાદ્ધકલ્પ વગેરેનો નિર્ણય થાય છે. (૫શુદ્ધતુ શ્રદ્ધાસ્તતિનિય: I)
વંશાનુચરિતમાં ચરિત્રો દ્વારા ધર્મ બનાવવાનું પ્રધાન લક્ષ્ય છે. લોકસંગ્રહ માટે આ અતિ આવશ્યક છે. વ્યક્તિ કે સમાજના ઉત્થાન માટે ધર્મ અનિવાર્ય છે. તેથી પુરાણોમાં ધર્મશાસ્ત્રીય ચર્ચા યથાસ્થાને મળે છે.
વ્યક્તિ અને સમાજના ઉત્થાન, ધર્મસંસ્થાપન કે પરમ પુરુષાર્થની સિદ્ધિ, વ્યવહાર અને પરમાર્થ વચ્ચે સંવાદિતા, સ્વનિષ્ઠા અને પરનિષ્ઠાની દષ્ટિએ આ ચરિત્રોનું મૂલ્યાંકન થાય છે. આ સંદર્ભે ઇતિહાસની ભારતીય વિભાવના ચતુર્વિધ પુરુષાર્થની સિદ્ધિનું અને તેની વિફલતાથી વ્યક્તિનું પતન ઇતિહાસ અને પુરાણનું પરમ લક્ષ્ય દર્શાવે છે. આ સંદર્ભમાં પુરાણ અને ઇતિહાસમાં સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ જોવા મળે છે.
વ્યક્તિ કે સમાજના ઉત્થાન માટે વિવિધ વિદ્યાઓ કે કલાઓ જ્ઞાન આવશ્યક છે. આથી જ પુરાણકારોએ પુરાણોમાં અનેક વિદ્યાઓ અને કળાઓનો સમાવેશ કર્યો છે. વ્રત, દાન, યજ્ઞ વગેરેનું પુરાણોમાં નિરૂપણ પણ આ જ હેતુથી થયેલું છે. મત્સ્યપુરાણે દાનધર્મ, શ્રાદ્ધકલ્પ, વર્ણાશ્રમ વિભાગ, દેવતાઓની પ્રતિષ્ઠા વગેરે, ઇષ્ટ-આપૂર્તિ (લોક કલ્યાણનાં કાર્યો ઉપરાંત પૃથ્વી ઉપર જે કોઈ ભિન્ન ભિન્ન વણ્ય વિષય છે. તે બધાં પુરાણોમાં સમાવાયાં છે. અગ્નિપુરાણ, ભવિષ્યપુરાણ, વિષ્ણુધર્મોત્તર વગેરે પુરાણ આનાં ઉદાહરણ છે. સ્કંદ અને પદ્મપુરાણ ભૂવિન્યાસ કે ભોગોલિક વર્ણની દૃષ્ટિએ તો વધુ મહત્ત્વ ધરાવે છે.
પુરાણોમાં ભાગવતનું વિશિષ્ટસ્થાન છે. નાભિક્ઝબમાંથી બ્રહ્મા પ્રગટ થયા તેથી બ્રહ્મ અને પદ્મ વિખ્યાત પુરાણ થયાં, બ્રહ્મા જ ‘માત્મા વૈ પુત્રનામતિ' ન્યાયે “
વિષ્ણુ છે. તે જ બ્રહ્મવૈવર્ત છે. બ્રહ્મનો વિવર્ત જ “બ્રહ્માંડ છે. બ્રહ્માંડ કે બ્રહ્મના ખંડના બે ભાગ થતાં “વાયુ ઉત્પન્ન થયો તેમાં જે ‘પુ' હતું. તેમાં મત્સ્ય, કૂર્મ અને વરાહ અનુક્રમે ઉત્પન્ન થયા. નરસિંહે ભૂમિને નિવાસ યોગ્ય બનાવી વામને વિરાટ થઈ બ્રહ્માંડનો વ્યાપ માપ્યો. પણ સમગ્ર બ્રહ્માંડ એક લિંગના સ્વરૂપે મળ્યું. તે બધું મૂળે સ્કન્દ અને અગ્નિતત્ત્વમય છે. તે તત્ત્વને ગરુડે પ્રયત્ન કરતાં ભગવાનની કૃપાથી ભાગવત ભગવસંબંધી જ્ઞાન મળી શકે છે. અને આદિ, મધ્ય અને અંતમાં હરિનું જ્ઞાન મળે છે.૨૦
કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં પુરાણનાં પાંચ લક્ષણો આ પ્રયાણ બતાવ્યાં છે – સૃષ્ટિ, પ્રવૃત્તિ, સંહાર ધર્મ અને મોક્ષ. ૨૯
ભાગવતકારે પુરાણમાં પાંચ લક્ષણો ઉપરાંત બીજો પાંચ લક્ષણો કલ્પી પુરાણને દશલક્ષણાત્મક