________________
196
ડી. જી. વેદિયા
SAMBODHI
પક્ષ-માસ-ઋતુ અયન-સંવત્સર આ ક્રમે માનવવર્ષનું વિભાજન કરવામાં આવે છે. માનવવર્ષોના આધારે દેવવર્ષની ગણના કલ્પવામાં આવે છે ૧૨૦૦ દેવવર્ષ કે ૪,૩૨,OOO માનવવર્ષ નો એક યુગ કલિ માનવામાં આવે છે. કલિથી બમણો દ્વાપર, ત્રણગણો ત્રેતા અને ચારગણો સત્યયુગ પછી ૧૨000 દેવવર્ષ કે ૭, ૨૮,૦૦૦ માનવવર્ષની ચતુર્તુગી પરંપરાને મહાયુગ ગણ્યો છે. ૭૧ ચતુર્કંગના વર્ષો મળી એક મન્વન્તર થાય છે. જે ૩૦, ૬૭, ૨૦, OOO માનવવર્ષ બરાબર છે. પ્રત્યેક કલ્પમાં ચૌદ મન્વન્તર આવે છે. પચાસ કલ્પનો એક પરાર્ધ અને બે પરાર્ધનો એક મહાકલ્પ થાય છે. મહાકલ્પ એ બ્રહ્માનું આયુષ્ય છે. બ્રહ્માનું પૂર્ણ આયુષ્ય તો કાલાત્મા મહાકાલની એક ક્ષણ છે.
પ્રત્યેક મન્વન્તરમાં મનુ, દેવતા, મનુપુત્રો, ઇન્દ્ર અને સપ્તર્ષિ નવાં થાય છે. મન્વન્તરમાં વિષ્ણુના અંશાવતાર થાય છે.
मन्वन्तरं मनुर्देवा मनुपुत्राः सुरेश्वरः ।।
28ષથેંશાવતારશ્ન : પર્વમુચ્યતે | (ભાગ. ૧૨૭૧૫) પ્રત્યેક યુગમાં ધર્મસંસ્થાન, સાધુઓનું પરિમાણ અને દુષ્ટોનું દમન કરવા વિષ્ણુ સતત પ્રયત્નશીલ રહે છે.
મનુઓની ચૌદ સંખ્યા છે. સ્વાયંભુવ, સ્વરોચિષ, ઉત્તમ, તામસ, રૈવત અને ચાક્ષુષ મનુ વ્યતીત થઈ ગયા છે. વર્તમાનકાળમાં વૈવસ્વત મનુ છે. તેમાં હાલ અઠ્ઠાવીસમો કળિયુગ ચાલી રહ્યો છે. સાવર્ણિ, દક્ષસાવર્ણિ, બ્રહ્મસાવર્ણિ, ધર્મસાવર્ણિ રુદ્રસાવર્ણિ, દેવસાવર્ણિ અને ઇન્દ્ર સાવર્ણિ ભવિષ્યમાં થનારા મનુઓ છે.
વંશાનુચરિત- વિભિન્ન વંશોમાં ઉત્પન્ન થયેલા વ્યક્તિ વિશેષના ચરિત્રોનું વર્ણન જ વંશાનુચરિત છે. ‘વંશાનુરિત તેષાં વૃત્ત વંશધરાશ' (ભાગ ૧૨.૭.૧૬). ભાગવતમાં ઈશાનુકથા દ્વારા વંશાનુચરિત પણ મળે છે. પુરાણોમાં આખ્યાનો અને ઉપાખ્યાનોનું વિસ્તરણ વંશાનુચરિત દ્વારા મળે છે. પુરાણોનું પરિવર્ધન કરવા આવાં ચરિત્રો ઉપકારક બન્યાં છે. આખ્યાનો અને ઉપાખ્યાનોનું સંરક્ષણ લોકોમાં કે લોક સાહિત્યમાં પ્રચલિત ગાથાઓ દ્વારા થયું છે. “થાતુ પિતૃકૃથિવી પ્રકૃતિનીતયઃ' પિતૃ પૃથિવી વગેરે સાથે સંબંધિત ગીતો તેનો આધાર છે ‘થા પિતૃકૃથિવીપ્રકૃતિનીતઃ | ગીતિ કે ગાથામાં તો વિભિન્ન પરંપરાઓમાં વિભિન્ન વ્યક્તિઓ દ્વારા સંવાદ રૂપે વિભિન્ન વિષયોનું જ્ઞાન સુરક્ષિત રાખવામાં આવ્યું છે. ઉપાખ્યાનો કે આખ્યાનોનો સંબંધ ગાથાઓ સાથે છે. રામાયણ, મહાભારત ઇતિહાસ અને પુરાણોમાં અનેક સ્થાનોએ ગાથાઓનો સંદર્ભ મળે છે. રામાયણ મહાભારત અને પુરાણોમાં વંશાનુચરિતનો પરમ આધાર નારાશંસી ગાથાઓ છે. આવી નારાશસી ગાથાઓ અથર્વવેદના સમયથી પ્રચલિત છે. ૨૩ આવી ગાથાઓ તો લોકસાહિત્યની પરમ દેણગી છે.
આખ્યાનોમાં પુરાણકારની ચાક્ષુષ પ્રત્યક્ષતા અપેક્ષિત છે. (સ્વયં દૃષ્ટાર્થથમ પ્રાદુરથિન વધા:) જ્યારે ઉપાખ્યાનમાં આવી ચાક્ષુષપ્રયતા અપેક્ષિત નથી. કર્ણોપકર્ણકથાજ્ઞાનની પ્રાપ્તિ જ અપેક્ષિત છે. (કૃતાર્થથનુપાળા પ્રવક્ષતે I)