Book Title: Sambodhi 2006 Vol 30
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 196
________________ 190 બંસીધર ભટ્ટ SAMBODHI પરિશિષ્ટ ૨ વિવિધ શાખાનાં બૃ. ઉપ. અને તેનાં સ્વરાંકનો વિશે નોંધ. બૃ. ઉપ.નો કાણ્વ-શાખાનો કે માધ્યદિન-શાખાનાં સ્વરાંકનો સાથેનો કોઈ સંપૂર્ણ, સ્વતંત્ર ગ્રંથ હજી પ્રકાશિત થયો નથી. બૃ. ઉપ. આખું શુક્લ યજુર્વેદના શતપથ બ્રાહ્મણમાં સમાયેલું છે; આથી સ્વરાંકનવાળા શતપથ-બ્રાહ્મણના કાÇ-શાખાના કે માધ્યદિન-શાખાના ગ્રંથમાંથી બૃ. ઉપ.નાં તે તે શાખાનાં સ્વરાંકનો શોધવા પ્રયાસ કરવો પડે. બૃ. ઉપ. પ્રાપ્ત થાય એ રીતે હજી શતપથબ્રાહ્મણનો કાવ્-શાખાનો સંપૂર્ણ ગ્રંથ સંપાદન થયો નથી. લાહોરથી ૧૯૨૬માં બહાર પડેલો, શતપથબ્રાહ્મણ—કાણ્ડ-શાખાના સ્વરાંકનો સાથેનો ૧–૭ કાંડ સુધીનો વિલ્હેમ કાલાન્દનો (Willem Caland) પ્રકાશિત ગ્રંથ રઘુવીરે ૧૯૮૩માં પુનઃ મુદ્રિત કર્યો છે (મોતીલાલ-બનારસીદાસ, દિલ્હી). આ રીતે, સી. આર. સ્વામિનાથને ૧૯૯૪માં સંપાદિત કરેલો કાÇ—શતપથબ્રાહ્મણનો પ્રથમ કાંડ જ અસ્તિત્વમાં આવ્યો છે (ઇંદિરા-ગાંધી નેશનલ સેંટર, મોતીલાલ-બનારસીદાસ, દિલ્હી). પરંતુ, કાવ્—શતપથબ્રાહ્મણનું બાકીના કાંડો | અધ્યાયો સાથે સંપૂર્ણ સંપાદન થાય ત્યારે જ આપણને ‰. ઉપ. કાÇ—શાખાના સ્વરાંકનો વિશે કાંઈક પરિચય પ્રાપ્ત થાય. માઉએએ ૧૯૭૬માં વિલહેલ્મ રાઉનાં સૂચનોપૂર્વક ધૃ. ઉપ. કાણ્વ— શાખાના ફક્ત અધ્યાય ૧નો સ્વરાંકન સાથે શોધ-નિબંધ પ્રસિદ્ધ કર્યો છે (જુઓ; માઉએ). તેણે કુલ છ હસ્તપ્રતો ઉપયોગમાં લીધી. તેનું અનુસરણ કરી પેરેઝ કોફીએ (Pérez Coffie) ૧૯૯૪માં હાવર્ડમાં (અમેરિકા) ‰. ઉપ. કાષ્વ-શાખાના ફક્ત અધ્યાય ૨નો સ્વરાંકન સાથે શોધ-નિબંધ (રોમન-લિપિમાં) બહાર પાડ્યો. (આ ગ્રંથ અમને પ્રાપ્ત થઈ શક્યો નથી). અમે પ્રસ્તુત સંશોધન લેખમાં માઉએનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત બૃ. ઉપ. માધ્યદિન-શાખાના સ્વરાંકનો માટે પણ આપણે શતપથ બ્રાહ્મણ— માધ્યદિન-શાખાના સ્વરાંકનોવાળા ગ્રંથનું અવલોકન કરવું પડે. આવો સંપૂર્ણ ગ્રંથ આ. વેબરે નાગરી-લિપિમાં સંપાદિત કર્યો છે (જુઓ શ. બ્રા.). વળી, ઓટો બ્યોહતલિંકનો ‰. ઉપ. માધ્યદિન-શાખાનો ગ્રંથ સ્વતંત્ર રીતે રોમન-લિપિમાં સંપાદિત થયો છે (જુઓ બ્યોહતલિંક). આ ગ્રંથોનો પણ અમે અહીં યથાયોગ્ય ઉપયોગ કર્યો છે. બૃ. ઉપ.નાં ઉપર જણાવેલાં પ્રકાશનો વિશે પેટ્રિક ઓલિવેલ્લે (Patrick Olivelle) કાંઈક જુદું મંતવ્ય રજૂ કરે છે. ઔપનિષદ સાહિત્યનાં સંશોધનો—અધ્યયનોમાં ઓલિવેલેનું સ્થાન આગળ પડતું છે. તેનાં આ ઉપ. વિશેનાં વિવેચનો માટે જુઓ તેનાં પ્રકાશનો (૧) Upanisads, World Classics, New York 1996 (૨) લેખ : “Unfaithful Transmitters...” Journal of Ind.. Phil. ૨૬.૨.૧૯૯૮ પાનાં ૧૭૩-૧૮૭; (૩) The Early Upanisads, મૂળ ગ્રંથ, ટિપ્પણો, અનુવાદ, વિવેચન વગેરે, South Asia Research, New York 1998. જોકે ઓલિવેલ્લેનાં મંતવ્યો / વિવેચનો પણ કેટલીક સમીક્ષા માગી લે છે. તે પોતે જ તેના The Early Upanisadsમાં (પા.xv) તેના આ ગ્રંથને ‘વિવેચનાત્મક પ્રકાશન’’ તરીકે નહીં ગણવા સ્પષ્ટતા

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256