SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ vol. XXX, 2006 “બૃહદારણ્યક-ઉપનિષદ અને શાંકરભાષ્ય.” 181 અમ્યા : અહીં પાણિનિ ૨.૧.૫૯ Tળ ખ્યાતિ (પા. ૨૪૬) અને ૬.૨.૧૬૦ TM વાઢિ (પા. ૧૧૯૬) મુજબ વન્ય પદ યોગ્ય લાગે છે; પણ ૬.૧.૧૦ (માધ્યદિન-શાખા) : બગવા; (abhyavadānyah); જુઓ શ. બ્રા. ૧૪.૯.૧.૧૦ (પા. ૧૧૦૦). (૩) બૃ. ઉપ.ની કાર્વ-શાખા અને માધ્યદિન-શાખા, બંને શંકર માટે પરંપરાગત શ્રુતિ તરીકે માન્ય હતી. તેથી તેમણે તે બંને શાખાના સ્વરાંકન-ભેદોનું કેવી રીતે સમાધાન કર્યું હશે એ જાણવાની સહેજે ઉત્કંઠા થાય. પરંતુ બૃ. ઉપ. ઉપરના તેમના ભાષ્યમાં તો આપણને તેવી બાબતો વિશે લેશમાત્ર પણ નિર્દેશ મળતો નથી. (કાર્વ-શાખાના) બૃ. ઉપ. ૩.૪.૨ માં દઈ દ્રષ્ટારમ્ (=૩.૫.૧. માધ્યદિન-શાખા=શ. બ્રા. ૧૪.૬.૫.૧ પા. ૧૦૭૨: દુષ્ટ દ્રષ્ટારમ્drster drstáram) જેવા શબ્દો ઉપર શંક્ર નોંધ કરે છે કે : ૧ ૨ પ્રમાદ્રિ-પતિ: સર્વેષાવિIનાત્ (૪૪૬:૭); એટલે કે બધી જ શાખાઓના પ્રાપ્ત થતા પાઠોમાંથી કોઈ એકાદ પાઠ પણ દૂષિત હોઈ શકે એ તદ્દન અશક્ય છે, એવો શંકરને પૂરો વિશ્વાસ હતો. અહીં આનંદજ્ઞાન (=આનંદગિરિ) સાચેસાચ સ્પષ્ટ કરે છે કે, સર્વેષા=ાશ્વમાધ્યન્દિનાનામિતિ યાવત્ (૪૪૬=૧૮). પરંતુ આવા ઉલ્લેખો સ્વરાંકન-ભેદના પ્રશ્નનું નિરાકરણ કરવા મદદરૂપ થતા નથી. (આનંદજ્ઞાન માટે જુઓ, આગળ II. ૧). (૪) એટલું તો નક્કી થઈ શકે છે કે, જો શંકર કોઈ કાવ-શાખાની કે કોઈ માધ્યદિન-શાખાની પ્રાચીન પરંપરામાં રહ્યો હોત તો તેમની પોતાની શાખાનો ગ્રંથ કંઠસ્થ–મૌખિક–શીખવાની સાથે સાથે, ફક્ત વિવિધ પાઠાન્તરો દર્શાવવા પૂરતું જ, કોઈ અન્ય શાખાનો ગ્રંથ પણ કંઠસ્થ-મૌખિક–શીખવા માટે તેમણે ન તો કોઈ આશા વ્યક્ત કરી હોત કે ન તો તેમને એવી કોઈ આવશ્યતા જણાઈ હોત. સામાન્ય રીતે કોઈ પણ વૈદિક ગદ્યમય ગ્રંથ કંઠસ્થમૌખિક–યાદ રહે તે સહેલું તો નથી જ; અને તેમાંય શબ્દોના નિર્વચનપૂર્વક અર્થ કરવાના જ્ઞાનથી પરિપૂર્ણ કોઈ વ્યક્તિ તો વૈદિક-પાઠશાળાઓમાં મળે એવું જવલ્લે જ બને ! આવી પરિસ્થિતિમાં આટલું તો નિઃશંક જણાવી શકાય કે શંકરને વૈદિક દૃષ્ટિએ પરંપરાગત શિક્ષણ નહોતું મળ્યું; તેમણે યથાયોગ્ય સ્વરાંકનો દર્શાવ્યા વિનાની હસ્તપ્રતોના આધારે બૃ. ઉપ.ની તે તે શાખાઓની તુલના કરી, તેની અનેક “અનુકૃતિ”નું (versionનું) પઠન કર્યું, અને તેમાં તેમણે કોઈ એક “અનુકૃતિ”ને (version-ને) પ્રાચીન માની શીખી લીધી હતી. બૃ. ઉપ. ઉપરનાં શંકરને પરિચિત પ્રાચીન ભાષ્યો - (૧) શંકર તેમના બૃ. ઉપ. ભાષ્યમાં પક્ષ-પ્રતિપક્ષના સિદ્ધાંતોની ચર્ચા દરમિયાન ઘણી વાર બૃ. ઉપ.નાં પ્રાચીન વિવરણોનો ઉલ્લેખ કરે છે; પણ કોઈપણ પ્રાચીન વિવરણકારોનાં નામ તે જણાવતા નથી. તત્ત્વજ્ઞાનની તાત્ત્વિક ચર્ચા-પ્રચુર ભાષ્યોમાં કોઈ કોઈ પૂર્વ પક્ષકાર ઘણી વાર કાલ્પનિક જ હોય છે કે જેથી આવી પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ અને સિદ્ધાંતની પ્રક્રિયાપૂર્વક ક્લિષ્ટ મુદાઓની ચર્ચા કાંઈ સરળ થઈ શકે છે. શંકરના બૃ. ઉપ. ભાષ્યમાં જ્યાં આવાં
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy