SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ 182 બંસીધર ભટ્ટ SAMBODHI નિતાંત તત્ત્વજ્ઞાન-પૂર્ણ વિવેચનોમાં, બૃ. ઉપ. ગ્રંથના કોઈ શબ્દ પદ કે પાઠનો યોગ્ય સંબંધ પણ ન હોય તેવાં સ્થળોએ, નામ-નિર્દેશ વિનાના કોઈ પૂર્વપક્ષકારોને આ બૃ. ઉપ.ના (પ્રાચીન) ભાષ્યકાર તરીકે માની ન લેવાય. એ સિવાય શંકરે પોતાના બૃ. ઉપ. ભાષ્યમાં કેટલાક (પ્રાચીન) વિવેચકોના મતોનો (નામ-નિર્દેશ વિના) ઉલ્લેખ કર્યો છે; આ મતો | વિવેચકો કાલ્પનિક લાગતા નથી. આવાં ૧-૩૧ સ્થળો નીચે દર્શાવવામાં આવે છે. (૧) ૧.૪.૨.(૯૮:૨૬), (૧૬) ૩.૪.૨ (૪૪૫:૨૦), (૨) ૧.૪.૭. (૧૩૧:૨૪), (૧૭) ૩.૫.૧ (૪૪૯:૧૪)*, (૩) ૧.૪.૮ (૧૪૭:૧૨), (૧૮) ૩.૫.૧ (૪૫૫૬), (૪) ૧.૪.૧૦ (૧૫૧:૮), (૧૯) ૪.૩.૭ (૫૬૦ઃ૩), (૫) ૧.૪.૧૦ (૧૫૧:૧૯), (૨૦) ૪.૩.૧૭ (૫૯૭૪) (૬) ૧.૪.૧૫ (૧૮૭:૧૬)*, (૨૧) ૪.૩.૨૨ (૬૧૪:૬)*, (૭) ૧.૪.૧૫ (૧૯૦૧૬)*, (૨૨) ૪.૩.૨૨ (૬૧૬:૧૯)*, (૮) ૧.૫.૨ (૨૦૭:૨૫), (૨૩) ૪.૩.૨૪.૩૦ (૬૨૨:૧૯), (૯) ૧.૫.૧૮ (૨૩૬:૧૫)*, (૨૪) ૪.૩.૨૪.૩૦ (૬૨૫:૧૨), (૧૦) ૨.૧.૨૦ (૨૯૩૪ અને (૨૫) ૪.૪.૭ (૬૭૦:૧૬), ૬૧૬:૧૫, ૨૩)*, (૨૬) ૪.૪.૯ (૬૭૪:૩ અને ૬૭૫ઃ૧), (૧૧) ૨.૨.૧ (૩૧૫:૧૯), (૨૭) ૪.૪.૨૨ (૬૮૮:૨૫), (૧૨) ૨.૩.૩ (૩૨૩:૨૪), (૨૮) ૫.૧.૧ (૭૩૧:૯), (૧૩) ૨.૩.૬ (૩૨૮:૪), (૨૯) ૫.૨.૩ (૭૪૪:૧), (૧૪) ૨.૫.૧ (૩૬૪:૧૭), (૩૦) ૫.૨.૩ (૭૪૪:૧૫), (૧૫) ૩.૨.૧૩ (૪૧૬:૧૭), (૩૧) ૬.૧.૧૪ (૭૮૯:૧૩). ઉપર દર્શાવેલાં ૧.૩૧ સ્થળોમાં જયાં જયાં તારક (૪) જેવાં ચિહ્નો કર્યા છે તે તે સ્થળો ઉપરની આનંદજ્ઞાનની (=આનંદગિરિની) ટીકા જણાવે છે કે તે સ્થળોએ શંકરે ઉલ્લેખેલાં મંતવ્યો ભર્તપ્રપંચનાં છે. ભર્તૃપ્રપંચે માધ્યદિન-શાખાના બૃ. ઉપ. ઉપર એક ભાષ્ય રચ્યું હતું. એ ભાષ્ય શંકરના આ બૃ. ઉપ. (કાવ-શાખા) ઉપરના ભાષ્ય કરતાંય ઘણું વિસ્તૃત હતું એવી માહિતી પણ આનંદશાને પૂરી પાડી છે (જુઓ આનંદજ્ઞાન, બૃ. ઉપ. ૨.૭; ૫૦). શંકરને માધ્યદિન-શાખાના બૃ. ઉપ. નો પરિચય કદાચ ભર્તપ્રપંચના એ ભાષ્યમાંથી થયો હોય.
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy