SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXX, 2006 બૃહદારણ્યક-ઉપનિષદ અને શાંકરભાષ્ય.” 183 (આનંદજ્ઞાને આનંદગિરિએ ધૃ. ઉપ. શાંકરભાષ્ય ઉપર ટીકા રચી છે. આ ટીકાની ઇતિશ્રી | પુષ્પિકાઓમાં ઠેર ઠેર તે પોતાનો આનંદજ્ઞાન નામથી ઉલ્લેખ કરે છે; જુઓ ઇતિશ્રી : ૨૫૨:૬, ૩૮૮:૨૬, પર૭:૧૦, ૭૨૮:૨૨, ૭૭૯:૨૬ અને ૮૪૮:૫) ઘણા તેને તેના સાંપ્રદાયિક નામ : આનંદગિરિથી ઓળખે છે.) (૨) બૃ. ઉપ. ૧.૪.૧૦ (૧૫૧૩૭) ઉપરના શાંકરભાષ્યના ફક્ત એક સ્થળે આનંદજ્ઞાનની ટીકા અનુસાર (૧૫૧:૨૨), શંકર કોઈ વૃત્તિવૃતિનો (બહુવચનમાં !)–વૃત્તિકારોનો–મત ટાંકે છે. આનંદજ્ઞાન અનેક સ્થળોએ ભર્તપ્રપંચનો તો તેના નામથી, અને તેના માટે પણ બહુવચનનો પ્રયોગ કર્યા વિના ઉલ્લેખ કરે છે. આથી ઉપર્યુક્ત સ્થળે જણાવેલો વૃત્તિવૃત: જેવો ઉલ્લેખ ભપ્રપંચ માટે તો ન જ સંભવે. બૃ. ઉપ.નાં અન્ય ભાષ્યો વિશે આનંદજ્ઞાન કોઈ વિસ્તૃત માહિતી પૂરી પાડતા નથી. આ ઉપરથી એમ જણાય છે કે શંકરને ભપ્રપંચના બૃ. ઉપ. (માધ્યદિન-શાખા) ઉપરના ભાષ્યનો પરિચય તો ચોક્કસ હતો જ, પણ તે ઉપરાંત, સંભવ છે કે તેમને ખૂ. ઉ૫. ઉપરના કોઈ બે અને કદાચ ત્રણ કે વધારે વૃત્તિકારોનો પણ પરિચય થયો હશે. શંકરના વિચારો આ બધા પૂર્વવર્તી ભાષ્યકાર કે વૃત્તિકારોના વિચારો સાથે જુદા પડતાં જ શંકરે તેમનો | તેમના વિચારોનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ શંકરની પૂર્વે તેમના પોતાના આગવા વિચારોની કોઈ પ્રાચીન (આચાર્ય | ગુરુ) પરંપરા ચાલી આવી હોય તેવું તે જણાવતા નથી. આ બાબત હવે આગળ (TVમાં) વધુ સ્પષ્ટ થશે. TV બૃ. ઉ૫. નુ વિવરણ–શંકરનું મંથન :(૧) શંકર તેમના બૃ. ઉપ. ભાષ્યમાં તેમના પૂર્વ પક્ષકારોનો નામ વગર ઉલ્લેખ કરે તે સ્વાભાવિક સમજી શકાય, પણ તેઓ પોતાના આદરણીય ગુરુ કે આચાર્યોનોય કયાંય નામોલ્લેખ ન કરે તેમાં શું સમજવું ? તેમના ભાષ્યની શરૂઆતમાં આવતા નો મુખ્ય (૧:૬) અને અંતે આવતા નમતનુવતિંગો ગુરુJ: (૮૪૭:૧) જેવા સામાન્ય નિર્દેશ ઉપરથી કોઈ એમ ન જણાવી શકે કે શંકર અહીં તેમના કોઈ વિશિષ્ટ ગુરુને યાદ કરવા માગે છે ! બૃ. ઉપ. શાંકરભાષ્ય ૨.૧.૨૦ (૩૧૧:૩૦) અને ૨.૫.૧૫(૩૭૬:૧૨)માં ગુરુ આચાર્ય જેવા સામાન્ય અર્થમાં થયેલા અસ્પષ્ટ ઉલ્લેખોથી કોઈ અર્થ સરતો નથી. ઘણું કરીને ગુરુનું સ્થાન સંપ્રદાયવિદોની પછી આવે છે. શંકર પણ સંપ્રદાયવિદોને આખ્યાયિકાઓના (વાર્તા-ઇતિહાસ-વગેરેના) નિવેદક (નવી પેઢીને માહિતી પૂરી પાડનારા) તરીકે જણાવે છે (સત્ર ૨ સંપ્રદ્રાવિ નારાય%ાં સપ્રવક્ષતે... | છં. ઉપ. શાંકરભાષ્ય ૨.૧.૧૦, ૨૯૭:૧૯). અહીં આનંદજ્ઞાન (૨૯૮:૪) સ્પષ્ટ કરે છે કે આ વિધાનમાં દ્રવિડાચાર્યનું સૂચન છે. અહીં જે સત્યાંશ તારવી કાઢવામાં આવે છે તે ખૂબ આશ્ચર્યજનક લાગશે. શંકર સમક્ષ તેમના પોતાના ચાલી આવતા સંપ્રદાયનો | પરંપરાનો (ગુરુ / આચાર્યનો) કોઈ આધાર હોત તો તેનો ઉલ્લેખ કરી શંકર અનેક રૂઢિચૂસ્તોને કે અન્ય પરંપરાને વફાદાર
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy