________________
184
બંસીધર ભટ્ટ
SAMBODHI
રહેતા લોકોમાં પોતાનું સ્થાન વધારે સ્થિર કરી શક્યા હોત, તથા તેના સિદ્ધાંતોની પુષ્ટિ માટે ભારપૂર્વક દલીલો રજૂ કરી શક્યા હોત. શંકરે તેમના ગુરુ / આચાર્યનો આધાર કેમ નહીં
લીધો હોય ? એવું તો ન જ હોય કે : (૧) શંકરના કોઈ ગુરુ / આચાર્ય નહોતા; અથવા, (૨) શંકરને તેમના ગુરુ | આચાર્ય સાથે મતભેદ કે વિસંવાદ થયો હતો. કારણ કે, એવું
માનવામાં તો શક્ય અને ઉપનિષદોના વિવરણકાર ગુરુ | આચાર્યોની વચ્ચેના ગાળામાં ગુરુપરંપરાનો લોપ થયો હોય એવો પ્રસંગ આવી પડે છે. આથી, ઉપર્યુક્ત બે કારણો
સંભવી ન શકે. પરંતુ એ સંભવી શકે કે : (૩) શંકરને તેમના ગુરુ / આચાર્ય તરફથી ઉપનિષદો જેવાં શાસ્ત્રનાં વિવરણોની કે વિવેચનોની
કોઈ જ કેળવણી મળી નહોતી, કે જેથી શંકરને તેમના ભાષ્યમાં તેમના ગુરુ / આચાર્યના નામથી કાંઈ આધાર તરીકે ઉલ્લેખ કરવાનું યોગ્ય લાગ્યું હોય.
શંકરને પોતાને પણ તેમના ગુરુ / આચાર્યનાં જ્ઞાન નિરર્થક જણાયાં હશે. એ ઉપરાંત એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે, તે તે ગુરુ | આચાર્યોએ શાસ્ત્રોનાં વિવરણોની આંટીઘૂંટીવાળાં ઘણાં સ્થળોને, તેમના ઉકેલ દર્શાવ્યા વિના જ છોડી દીધાં-મૂકી રાખ્યાં–હતાં. તેમણે જે શીખવ્યું તે કાંઈ ઉલ્લેખનીય નહોતું અને કોઈ (શિષ્ય) જે કાંઈ જાણવા ઉત્કટ હોય તે તેમણે શીખવ્યું નહીં ! આથી . ઉપ.નાં વિવરણ કરવા શંકરને જાતે જ માથાકૂટ કરવી
પડી, અને હતાશાના ઘેરા નિઃશ્વાસપૂર્વક તેમને જણાવવું પડ્યું કે : (१) तार्किकैस्तु परित्यक्तागमबलैरस्ति नास्ति, कर्ताकर्तेत्यादि विरुद्धं बहु तर्कयद्भिराकुलीकृतः
શાસ્ત્રાર્થ તેનાર્થનિશ્ચયો હુર્તમઃ | (બૃ. ઉ૫. શાંકરભાષ્ય ૧.૪.૬, ૧૧૧:૧૩...) “શાસ્ત્રપરંપરાની (નામ) પ્રમાણભૂતતા (વત્ત) ત્યજી દીધેલા અને (તે છે કે તે નથી, તે કર્તા છે કે તે અકર્તા છે’...એવા ઘણા વિરુદ્ધ તર્કો યોજતા યોજી યોજીને) તાર્કિકોએ તો શાસ્ત્રનો
અર્થ ડહોળી કાઢ્યો છે. તેથી (શાસ્ત્રના) અર્થનો નિશ્ચય મુશ્કેલ છે” (२) श्रुति-स्मृति-वाक्यानि शतश उपलभ्यन्त इतरेतर-विरुद्धानि । ..... अतो न शक्यते शास्त्रार्थो
मन्दबुद्धिभि-विवेकेन प्रतिपत्तुम् । परिनिष्ठित-शास्त्र-न्याय-बुद्धिभिरेव ह्येषां वाक्यानां विषय-विभाग: શવચનેવધારયિતુમ્ ! (બૃ. ઉપ. શાંકરભાષ્ય ૪.૫.૧૫, ૭૧૬ ૫...)
“શ્રુતિ અને સ્મૃતિનાં સેંકડો વાક્યો પરસ્પર વિરુદ્ધ (જતાં) મળી આવે છે. ... આથી મંદ-બુદ્ધિવાળા લોકો શાસ્ત્રનો અર્થ વિવેકપૂર્વક (= યથાર્થ) જાણી શકતા નથી. શાસ્ત્ર અને ન્યાયમાં પરિપક્વ થયેલી બુદ્ધિવાળા લોકો જ એ વાક્યોના વિષયના વિભાગ
(analysis) નક્કી કરી (જાણી) શકે છે.” (3) संदिग्धश्च पदार्थोऽन्यत्र निश्चित-प्रयोग-दर्शनान्निर्धारयितुं शक्यो वाक्यशेषात्, निश्चित-न्याय-बलाद्वा ।
(બૃ. ઉપ. શાંકરભાષ્ય ૪.૩.૭, પ૬૦=૨..).