SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXX, 2006 “બૃહદારણ્યક-ઉપનિષદ અને શાંકરભાષ્ય.” 185 “શબ્દનો (Q) શંકાજન્ય અર્થ, (એ શબ્દનો) અન્ય સ્થળે નિશ્ચિત પ્રયોગ જોતાં – વાયના શેષ (સમગ્ર સંબંધ) દ્વારા અને નિશ્ચિત ન્યાયના બળથી, નક્કી કરી શકાય છે.” ઉપર્યુક્ત ૧-૩ ઉલ્લેખો ઉપરથી પણ નક્કી થઈ શકે છે કે શંકરને શાસ્ત્ર-ગ્રંથો માટે બે બાબતોનો ખયાલ તો આવી ગયો હતો; જેમ કે : (૧) શાસ્ત્રનો અર્થ શંકાજનક લાગે એવાં ઘણાં સ્થળો શાસ્ત્રમાં હોય છે, અને (૨) એવી શાસ્ત્રાર્થ સમસ્યાઓ આવી પડતાં, તેમનો ઉકેલ શોધવા કોઈ તે જ વખતે તેના ગુરુ આચાર્ય સામે (તેમની મદદ માટે) મીટ માંડી બેસી ન રહે ! એ સમસ્યાઓ દૂર કરવા તેણે શબ્દનિર્વચનના જ્ઞાન સાથે તાત્ત્વિક-ચર્ચાના સાધનથી સજ્જ રહેવું જોઈએ. (૨) આજના સંશોધનકર્તા વિદ્વાનો ઉપનિષદોનાં શંકાજનક સ્થળોનાં વિવરણ કરતાં જે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે, બસ, તેવી જ વિકટ પરિસ્થિતિમાં શંક્ર પણ અહીં–. ઉપ.નાં વિવરણ કરવામાં મુંઝાઈ ગયા છે. શંકરે તેમના બૃ. ઉપ. ભાષ્યમાં સ્થળે સ્થળે કેટલાક મુદ્દાઓને પોતાની ઇચ્છા મુજબ વળાંક આપવા ગડમથલ તો કરી, પણ તેમાં તે અણીશુદ્ધ પાર ન ઊતરી શક્યા ! (૧) જોકે શંકરે બૃ. ઉપ.ના પોતાના ભાષ્યમાં ઘણાં એવાં સ્થળોએ પરંપરાગત શબ્દ-નિર્વચનની પ્રચલિત પ્રક્રિયાનો પ્રયોગ પણ આદર્યો છે. પરંતુ, આવાં નિર્વચનો માટે શંકરને દોષ ન આપી શકાય, તેમાં શંકર જવાબદાર નથી. એવાં પ્રચલિત નિર્વચનોને તો, રૂઢિચૂસ્તો તેમાં યોગ્ય વિવેકબુદ્ધિ વાપર્યા વિના પ્રાચીન કાળથી–અને આજે પણ–પ્રમાણભૂત માની છે, આથી, પ્રસ્તુત સંશોધન-લેખમાં બૃ. ઉપ. શાંકરભાષ્યમાં મળી આવતાં આવાં ઘણાં સ્થળોનું વિવેચન કરવાનું, કે તે દર્શાવવાનું યોગ્ય જણાતું નથી. (૨) એ ઉપરાંત, શંકરે પોતાના બૃ. ઉપ. ભાષ્યમાં બૃ. ઉપ.નાં પદોના કે વાક્યાંશોના મૂળ અર્થ, મારી મચડીને પોતાની સખત પકડમાં રાખી, તે તે અર્થને તેમના (શંકરના) પોતાના જ તત્ત્વજ્ઞાનના ઢાંચામાં મેળ બેસે એ રીતે અનુરૂપ વળ આપવા પ્રયાસ કર્યા છે. બુ. ઉપ. શાંકરભાષ્યમાં આવતાં આવાં અનેક સ્થળોમાંથી પસંદ કરેલાં ફક્ત ૧-૧૫ સ્થળો નીચે દર્શાવવામાં આવે છે. (૧) બૃ. ઉપ. ૧.૧.૨ : પૂર્વે સમુદ્ર ઉપર શાંકરભાષ્ય (૧૮=૧૦) જુઓ કાવ-શાખા=purve samudré (માઉએ. ૨). (૨) બ. ઉપ. ૧.૪.૮=ઈંજે ૪ તથૈવ યાત્ ઉપર શાંકરભાષ્ય (૧૪૭=૬-૧૩). જુઓ કાવ શાખા : isvaro ha tathaivá syat (માઉએ. ૨૧).. (૩) બૃ. ઉપ. ૧.૫.૧૭ઃપતન્ના સર્વ સત્રથમતોડમુનાત્ ઉપર શાંકરભાષ્ય (૨૩૩૩૧...). સરખાવો, ઉપર II ૨.૪. (૪) બ. ઉપ. ૨.૧.૧૭=સ્વતિ નામ ઉપર શાંકરભાષ્ય (૨૭૬૦૨૬).
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy