________________
Vol. XXX, 2006
“બૃહદારણ્યક-ઉપનિષદ અને શાંકરભાષ્ય.”
177
(“વિવેચનાત્મક આવૃત્તિના”) નામે સમગ્ર વિદ્વત–સમાજમાં તે તે ઉપનિષદોની પ્રાપ્ત હસ્તપ્રતોની, તથા તે ઉપરાંત; શંકરનાં તે તે ઉપનિષદો ઉપરનાં ભાષ્યમાં મળી આવતાં ઉપનિષદોના કોઈ કોઈ પાઠોની કે પાઠાન્તરોની આધારભૂતતા વિશે ઉપેક્ષા સેવવાની એક પ્રણાલી સર્જી છે ! (જુઓ. ભટ્ટ ૨૦૦૩). પ્રસ્તુત સંશોધન-લેખમાં બૃ. ઉપ. અને તે પરનું શાંકરભાષ્ય, આ બંને ગ્રંથના સંદર્ભોઅવતરણો, અને તેમની સાથે સાથે કૌંસમાં પાનાંના નંબર તથા લીટીઓના નંબર પણ “આનંદાશ્રમ–સંસ્કૃત-ગ્રંથાવલિ ૧૫”માંથી દર્શાવવામાં આવ્યા છે (જુઓ; પૂના-૧૯૫૩). વળી, જ્યાં શક્ય હોય ત્યાં આવાં અવતરણો, તેમની શાખા–ભેદે, તેમનાં સ્વરાંકનો (=સ્વરોચ્ચારણ-ચિહનો) સાથે નાગરી-લિપિમાં તથા રોમન-લિપિમાં આપવામાં આવ્યાં છે. તેમાં બુ. ઉપ. કાર્વ–શાખાનો સ્વરાંકન સાથેનો કોઈ ગ્રંથ નાગરી લિપિમાં હજી મળી આવ્યો નથી, પણ તેના ફક્ત અધ્યાય ૧ સુધીનો ગ્રંથ રોમન-લિપિમાં દીતેર માઉએના ૧૯૭૬માં શોધ-નિબંધ તરીકે પ્રાપ્ત થઈ શક્યો છે (જુઓ; માઉએ, અને પરિશિષ્ટ ૨). આથી બૃ. ઉપ. કાર્વ-શાખાના અધ્યાય ૧ સુધીનાં જ અવતરણો સ્વરાંકન સાથે, અને તે પણ રોમન-લિપિમાં જ આપવામાં આવ્યાં છે. જયારે, બૃ. ઉપ. માધ્યદિન-શાખાનો સ્વરાંકન સાથેનો ગ્રંથ નાગરી-લિપિમાં આ. વેબરે પ્રકાશિત કરેલા શતપથ-બ્રાહ્મણમાધ્યદિન-શાખામાંથી મળી આવે છે (જુઓ; શ. બા.). માધ્યદિન-શાખાનું ખૂ. ઉપ. સંપૂર્ણ શતપથબ્રાહ્મણ-માધ્યદિન-શાખામાં (૧૦.૬ ૪.૧ થી આગળ તથા ૧૪.૪.૧.૧થી ૧૪.૯.૪.૩૩ સુધી) સમાયેલું છે. બૃ. ઉપ. માધ્યદિન-શાખાનાં સ્વરાંકનો સાથેનો ગ્રંથ રોમન-લિપિમાં ઓટો વ્યોહતલિંક પ્રકાશિત કર્યો છે (જુઓ; વ્યોહતલિંક). આથી . ઉપ. માધ્યદિન-શાખાનાં બધાં અવતરણો સ્વરાંકનો સાથે નાગરી-લિપિમાં (શ. બ્રા.માંથી) અને તરત જ કૌંસમાં રોમન-લિપિમાં લખ્યોહતલિંકમાંથી) દર્શાવ્યાં છે. પરંતુ, અહીં એટલું ધ્યાનમાં લેવું આવશ્યક છે કે શંકરે પોતાની ભાષ્ય-રચના માટે ઉપયોગમાં લીધેલા (કાવ-શાખાના) બૃ. ઉપ.ના મૂળ ગ્રંથપાઠના ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત જેવા સ્વરાંકનોની ઉપેક્ષા કરી હોય એમ જણાય છે. ઉપરાંત, તેમના આ ભાષ્યમાં વિવરણાર્થે કોઈ કોઈ વાર કાવ-શાખાના કે માધ્યદિન-શાખાના બૃ. ઉપ.માંથી પ્રતીકરૂપે કે પાઠાન્તરરૂપે લીધેલા ગ્રંથપાઠમાં પણ શંકર સ્વરાંકનોને અનુસરતા હોય એમ લાગતું નથી. (જુઓ; આગળ I.૨). ટૂંકમાં, અહીં બૃ. ઉપ. માધ્યદિન-શાખામાંથી તથા બૃ. ઉપ. કાર્વ-શાખા-અધ્યાય ૧-માંથી આપેલાં અવતરણો પાછળ મૂળ આશય ફક્ત સ્વરાંકનો દર્શાવવા પૂરતો જ છે, તેમાં નાગરી-લિપિની સાથે સાથે
અમે રોમન-લિપિ પણ ઉપયોગમાં લીધી છે. II શંકર અને કાર્વ-શાખાનું ખૂ. ઉપ. – (૧) શંકરે જે બૃ. ઉપ. ઉપર ભાષ્ય રચ્યું તે કાવ-શાખાને ઉપનિષદ્ હતું. તેમ છતાં, શંકરને
અન્ય શાખાના બૃ. ઉપ. વિશે ખ્યાલ હતો. તેમણે તેમના આ બૃ. ઉ૫. ઉપરના ભાષ્યમાં