________________
સૌરભ ગ્રંથોની સર્જનયાત્રા
શ્રી મુંબઈ જેન યુવક સંઘ પ્રત્યે આકર્ષણ અને અહોભાવ મને કૉલેજકાળથી હતાં. એટલે લગભગ ૪૦ વર્ષથી પ્રબુદ્ધ જીવનનું નિયમિત વાચન કરતો હતો અને જ્ઞાન-શ્રવણ અર્થે પ્રત્યેક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અચૂક જવાનું થતું જ. આવા સંબંધને કારણે અંતરથી ક્યારે સંઘમય થઈ ગયો એની ખબરેય ન પડી, અને એ થકી હૃદયમાં કોઈ અજબગજબનું સંસ્કારઘડતર થતું ગયું. માતાના ગર્ભમાં બાળક વિકસતું જાય એમ આ વાતાવરણથી અંતરમાં કોઈ અનિવાર્ચનીય તત્ત્વ વિકસતું ગયું. આ કારણે સર્વ પ્રથમ તો શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ખમાસણ ભાવે નમન કરું છું.
પૂ. રમણભાઈ એમ.એ.માં અમને ભાષાશાસ્ત્ર શીખવતા હતા. વળી તેઓ જૈન યુવક સંઘમાં સક્રિય કાર્યકર હતા. એટલે એ કારણે એમના પ્રત્યે વિશેષ ભાવાનુબંધ થયો. જેમ જેમ એઓશ્રીની નજીક થતો ગયો તેમ તેમ એમની વિદ્વત્તા અને એમના શ્રાવકાચારથી અભિભૂત થતો ગયો. અંતરના કોઈક ખૂણે મારા એ રોલ મોડેલ બની ગયા.
ત્રીસેક વર્ષ પહેલાં અમે સહુ અધ્યાપક સંમેલનમાંથી પાછા ફરતાં હતાં ત્યારે પૂ રમણભાઈ અને પૂ. તારાબહેને પિતૃ-માતૃભાવથી મને યુવક સંઘમાં જોડાવા કહ્યું. મારે મન એ આજ્ઞાભાવ હતો, અને સંઘનો લાઈફ મેમ્બર થઈ મેં એમાં પ્રવેશ કર્યો. મારા જીવનની એ અતિ શુભ અને સદ્ભાગી ઘડી હતી.
બસ પછી તો રમણભાઈ મારા ઉપર વરસતા ગયા, બસ વરસતા ગયા, અને એક પછી એક કામો મને સોંપતા ગયા. મારું એને પરમ સદ્ભાગ્ય ગણું
સાહેબનો પ્રેરક અને આનંદપ્રદ સહવાસ, એઓશ્રી સાથેના પ્રવાસો, તેમણે
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org