Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith
View full book text
________________
પાઠ-૧: રાત્રિભોજન મહાપાપ
રાત્રિભોજન એ સામાન્ય પાપ નથી. એ મહાપાપ છે. રાત્રિભોજનથી આત્માને તો નુકશાન થાય જ છે, સાથે સાથે મન ઉપર અને શરીરના આરોગ્ય ઉપર પણ તેની ઘેરી અસર પડે છે. જૈન ધર્મગ્રન્થોમાં તો રાત્રિભોજનના આ ભવના અને પરભવના વિપાકો (ફળો) બતાવ્યા જ છે, પરંતુ અજૈન ધર્મગ્રન્થોમાં પણ રાત્રિભોજનનો નિષેધ કરવામાં આવ્યો છે. આજનું વિજ્ઞાન પણ “રાત્રિભોજન આરોગ્યને હાનિકર્તા છે.” એવું બોલતું થઈ ગયું છે.
આજે જૈનોના પણ મોટા ભાગના ઘરોમાં રાત્રિ-ભોજન સામાન્ય બની ગયું છે. રાત્રે હોટલો અને લારીઓ ઉપર ખાવા માટે માણસો માખીઓની જેમ ઉમટી પડે છે. વર્તમાન જગત રાત્રિભોજનની ભયાનકતા વિષે બેજવાબ-દાર બન્યું છે.
રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે વનવાસ ભોગવતાં હતા, ત્યારે પણ તેઓ કદાપિ રાત્રિભોજન કરતાં ન હતા. ભૂખને સહી લેવી સારી, મોતને ભેટવું સારું, પણ રાત્રિભોજન કરીને ભૂખ શમાવવી તે સારું નહીં.
વનવાસ દરમ્યાન લક્ષ્મણના લગ્ન કૂબરનગરના રાજા મહીધરની રાજકુમારી વનમાલા સાથે થયા. લગ્ન પછી થોડા દિવસ રાજા મહીધરને ત્યાં રોકાઈ રામ વગેરેં પાછા વન તરફ જવા તૈયાર થયા, ત્યારે વનમાલાએ પણ જંગલમાં સાથે આવવાનો આગ્રહ કર્યો.
લક્ષ્મણે કહ્યું, “જંગલમાં એક સીતાભાભીને સાચવવા મુશ્કેલ પડે છે તો તમને પણ સાથે કઈ રીતે લેવા ? માટે તમારે આવવાનું નથી.”
તે વખતે વનમાલાએ કહ્યું, “તમે પરાક્રમી રાજકુમાર છો. તમે અનેક રાણીઓ કરશો. તે વખતે મને ભૂલી જાઓ તો મારું શું ?”
લક્ષ્મણે કહ્યું, “વનવાસ પૂર્ણ થયા પછી હું તમને તુરત જ અયોધ્યા તેડાવી લઈશ.”
વનમાલાએ પૂછયું, “શું ખાત્રી ? તમે મને ભૂલી જાઓ તો ?”
લક્ષ્મણે કહ્યું, “નહીં ભૂલુ અને જો ભૂલુ તો મને હત્યાનું પાપ લાગે. હત્યા કરનારની જે ગતિ થાય તે મારી ગતિ થાય. બસ ! હવે વિશ્વાસ રાખો.”
પણ વનમાલાને સંતોષ ન થયો. તેણે કહ્યું, “રાત્રિભોજન કરનારની ગતિના સોગન ખાઓ તો જ મને સંતોષ થાય.
""
Jain Education International
For Private & Personal Use Only
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૨
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134