________________
સરસ્વતીનું અને લક્ષ્મી-દેવીનું ઘોર અપમાન અને ઘેર-ઘેર ચાલતું જીવ-હિંસાનું કતલ-ખાનું.
અરે! દારૂખાનુ જ્યાં બને છે, ત્યાં નોકરી કરનારા વડીલો, યુવાનો અને બાળકોના આરોગ્યને એટલું બધું નુકશાન થાય છે કે તેમના આયુષ્ય ઘટે છે અને ભવિષ્યમાં રોગો થાય છે. આ રીતે દારૂખાનું ફૂટતાં વાયુ એટલો બધો દૂષિત થાય છે કે તેનાથી પણ માનવજાત માટે ખતરો ઊભો થાય છે. દારૂખાનુ એટલે એક પ્રકારની માનવહત્યા પણ છે.
એક વાત ધ્યાનમાં રાખજો.... જે પાપમાં મજા હોય, તે પાપની સજા પણ ભયંકર હોય છે. એક બાળકે કોઠેમડાંના ફળની આખી છાલ અકબંધ ઉતારી ખૂબ રાજી થયો. ફળની છાલ ઉતારી તે પાપતો નાનું હતું, પરંતુ તેમાં તે ખૂબ રાજી થયો તે પાપ ભયંકર હતું તેને એવું પાપકર્મ બંધાયું કે તેના બદલામાં બીજા એક ભવમાં પોતાના આખા શરીરની ચામડી દુષ્ટ માણસોએ ઉતારી. જો ફળની છાલ ઉતારીને રાજી થવામાં આટલું ભયંકર દુઃખ, તો દારૂખાનું ફોડીને રાજી થવામાં આ ભવમાં કે પરભવમાં કેટલાં ભયંકર દુઃખો આવે!
દારૂખાનું ફોડવામાં ભયંકર પાપ. દારૂખાનું ફોડીને રાજી થવામાં તો તેથીયે કાતિલ પાપ. અરે ! કોઈ ફોડતું હોય, તે જોઈને રાજી થવામાંય ભયાનક પાપ.
દારૂખાનું ફોડવાથી, જોઈને રાજી થવાથી, વેચવાથી વગેરે રીતે જે પાપકર્મ ઉપાર્જન થાય છે, તેનાથી હજારો ભવો સુધી ગાંડા, બહેરા, બોબડા, આંધળા તરીકેના ભવો મળે, એક્સીડન્ટ થાય, સળગવાથી મોત થાય, શરીરમાં ભયાનક રોગો થાય, સ્વજનોનો વિરહ થાય, ખૂન થાય, ચારે તરફથી ધિક્કાર મળે વગેરે અનેક પ્રકારના ભયાનક દુઃખો હજારો ભવો સુધી ભોગવવા પડે; નરકાદિ દુગર્તિઓમાં અનેક વખત ભટકવું પડે, માટે આવા પાપને જીવનભર માટે તિલાંજલિ આપી દો.
સંકલ્પ કરજો... કયારેય દારૂખાનું ફોડશું નહિ. ઘરમાં બીજા માટે દારૂખાનું લાવશું નહિ. દારૂખાનાનું વેચાણ કદી કરશું નહિ. દારૂખાનાના ધૂમ-ધડાકા જોવા કદી ઉભા રહીશું નહિ. કોઈ દારૂખાનું ફોડે, તે જોઈને કદી રાજી થઈશું નહિ.
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org