Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith
View full book text
________________
મિઠાઈમાં નકલી વરખે, ચેતન કદીના હરખે, કેસર, વરખને ઘીની ખરીદી, કરે અસલની પરખે. વાસી માવો કદી નહિં લાવે, તાજો શેકેલો સૌને ભાવે, શીતાગારમાં ખાદ્યવસ્તુઓ, વાસી અભક્ષ્ય થાવે. ખોરી વસ્તુ ખાંસી કરે, ને વાસી ભોજન ઝેર, તીખું તળેલું બંધ કરીને, હરડે રાખવી ઘેર. ચાર્ટ નહિ ચાટચટાકા, ફાસ્ટફુડથી ફુટે ફટાકા, ખાયે નહિ કાંઠાબટાકા, કંદમૂળથી કર્મસટાકા. તળવું શેકવું ધીમા તાપે, ખાવું નહિ કદી છાપે, વાસી શાક કદીના કાપે, મીઠું નાંખવું માપે. તજ લવીંગ ઈલાયચી, કાળા મરીને સાકર, પાણીમાં ઉકાળી ઠારે, કોકાકોલા ચાકર. અમૃતફળ છે આમળા, ને ગોદૂગ્ધ છે અમૃત, ત્રીજું મળે જો વિશ્વમાં, શોધી લાવે અમૃત. ઝાડપાક સોનેરી આમળા, કાચું સોનું ગણાય, નિત્ય આમળા સેવનથી કાયા, કંચનવર્ણી થાય. બાવળનું દાતણ કરવાથી, દાંત ચોખ્ખા થાય છે, ટુથપેસ્ટનું બ્રશ કરવાથી, જલ્દી બોખા થાય છે. સાબુ સર્વે ક્ષારીય દ્રવ્ય, સૌંદર્યનાશક જાણો, ઔષધિજળથી સ્નાન કરીને, સાચી ઠંડક માણો. રાંધણગેસની સીધી આંચે, ફુલાવે નહિ રોટલી, રસોઈઘરમાં રાંધે ત્યારે, બાંધેલી રાખે ચોટલી. પાણી ગાળવા ગરણાં, ને પૂંજણી ચુલા પાસે, ગરણાંને પૂંજણી વિના ઘર, કતલખાનુ ભાસે. જાડા કપડે પાણી ગાળે, ત્રણ ઉકાળે ઠારે, પ્રવાહી વસ્તુ ગાળવા, ગરણાં સાત પ્રકારે. વાસ-ચિકાશ રહિત મળ પીળો, બંધાયેલો સરકે, પાણીમાં ડુબે નહિં તેવો, મળ પરીક્ષણ ખરકે. લિપસ્ટીકની નકલી લાલી, હોઠોની કરે પાયમાલી. નેઈલ પૉલિશના નકલી રંગો, આરોગ્યની કરે બેહાલી. ટી.વી.માં મનોરંજન નામે, થઈ જાય મનોભંજન, આંખે કરે દીવેલનું અંજન, દાંત દેશી મંજન. -જિતેન્દ્ર પ્રેમચંદ શાહ ૧૫૩૭/૧, ગજ્જરનું ચોકઠું, ધના સુથારની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
રસોડાનું તત્ત્વજ્ઞાન -
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 131 132 133 134