Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 131
________________ ગાયનું ઘી છે પીળું સોનુ, મલાઈનું ઘી ચાંદી, વેજીટેબલ ઘી ખાઈને, સારી દુનિયા માંદી, દેશી ઘીનો સ્વાદ મઝાનો, બુદ્ધિ ભરે ખજાનો, ખેતી પશુપાલનથી માનવ, થાયે મોટા ગજાનો. ઘમ્મરવલોણે હોયે પાકું, મલાઈનું ઘી કાચું, સ્વાદસુગંઘ ગુણ રૂપમાં, ઘી ગાયનું સાચું. દિવ્યશક્તિ છે દૂધ-ઘીમાં, આયુ અખંડ રાખે, મહાશક્તિ છે તાજું ગોરસ, આંખ કદીના થાકે. શ્રીખંડ યૌવન અખંડ રાખે, રબડી તાજામાજા, ઘીએ રાંધે, દૂધે વાળું, રાજ કરે છે રાજા. ગાયના ઘીમાં રસોઈ રાંધો, શરીર મજબુત બાંધો, તલતેલની માલિશથી, દુ:ખે નહીં એકે સાંધો. ગાયના દૂઘને ઘી ખાયે તો, આંખ કરે અજવાળા, તેલ-તમાકુ ખાનારને, આંખે થાયે અંધારા. તલનું તેલ સર્વશ્રેષ્ઠ છે, સીંગતેલ કરે ખાંસી, કપાસીયા તેલ ઢોરનું ખાણું, ને મરચું કરે છે હાંસી. તલનું તેલ સૌને ભાવે, માલિશ રોજ કરાવે, કાળા તલનું તેલ કઢાવે, કફ-વાયું નહિં થાવે. તલતેલની મહેંક મીઠી, સ્વાદ છે મનભાવન, ઔષધિય સર્વોચ્ચ ગુણ, થઈ જાય તન પાવન. કાળા તલનું સિબ્બતેલ, પાંથીએ વાળમાં ઘાલી, હળવા હાથે માલિશ માથે, ત્રીજો માળ રહે ના ખાલી. તેલ બધાયે ખાવાથી, આંખે ચશમા લાગે, ઘી ગાયનું ખાવાથી, ચમા જલદી ભાગે. મોજશોખના ખોટાં ખરચા, છોડી દેવા મરચાં, તેલને બદલે ઘી ખાઈને છોડવી ખોટી ચરચા. તેલ મરચુંને ટામેટાંથી, પિત્તવિકાર થાયે, આંખે ચશ્મા જલ્દી લાગે, વાળ પાકી જાયે. હીનકક્ષાના મિશ્રિત તેલો, હાઈડ્રોજનથી જમાવે, વેજીટેબલ (ઘી) ના નામે, અનેક રોગો આવે. ગંઘકના તેજાબથી સાફ, સફેદ ખાંડ ઝેર છે, ઉજળા દેખાતા ગોળમાં, કેમીકલનો કાળો કેર છે. મીઠું બગડયું આયોડીનથી, ડીટર્જન્ટથી ગોળ, ખાંડ બગડી સફરથી, ને ખાઈ રહ્યા છે ખોળ. ખાદ્યપદાર્થો કેમીકલથી, સફાઈદાર થાયે, રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134