________________
પાઠ-૧૯:માતૃત્વની હત્યા
ગર્ભપાત એ માતૃત્વની હત્યા છે, જે માતા વાત્સલ્યનું પ્રતિક છે, તે માતાઓ હવે પેટના બચ્ચાઓને કપાવી નાખવા માંડી છે. બહેનો! ગર્ભપાત બંધ કરો. આનીચમાં નીચ કક્ષાનું પાપ છે. કસાઈઓ તો પારકા પશુઓને કાપે છે, જ્યારે આ કસાઈ કરતાં ભૂંડી બનેલી માતાઓ પોતાના પેટના-ખુદના સંતાનોને કસાઈ કરતાં પણ ભંડાડોક્ટરો પાસે જઈને કપાવી આવે છે. ગર્ભના છેલ્લા નિસાસાઓ તમને નહીં છોડે. એ તમારા જીવનને સળગાવીને સાફ કરી નાખશે.
બાઈબલમાં પણ ગર્ભપાતનો નિષેધ છે. નામદાર પોપે ફતવો બહાર પાડ્યો છે, કે કેથેલિકોએ ગર્ભપાત કરાવવો નહીં. મુસલમાનો પણ ગર્ભપાત કરાવતા નથી. અને હિન્દુઓએ જ આ ધંધા કરવાના?
ભૂતકાળમાં સ્ત્રીહત્યા, સાધુહત્યા, ગૌ હત્યા અને ગર્ભહત્યા - આ ચાર સૌથી ભયાનક પાપ ગણાતા હતા. આજે ગોહત્યા અને ગર્ભહત્યાથી ભારત જેવા દેશ પણ બાકાત નથી.
ગર્ભપાત સરળ છે, સલામત છે આવી જાહેર ખબરો તથા ત્રણ માસ સુધી ગર્ભમાં જીવ જ નથી હોતો આવી જુઠી વાતો પણ ફેલાવાય છે.
એક બહેને બધાના આગ્રહથી પહેલી વાર ગર્ભપાત કરાવ્યો. ફરી બીજી વાર ગર્ભ રહ્યો ત્યારે પતિને સાથે લઈને બીજી વખત ગર્ભપાત કેન્દ્રમાં દાખલ થયા. પણ ઓપરેશન જોખમી નીવડ્યું. લોહી ખૂબ વહી જવાના કારણે તે બેન બે દિવસ સુધી તો બેભાન થઈ ગયા. તેમને મોતના મુખમાંથી માંડ માંડ ઉગારવામાં આવ્યા. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેને એક દુઃખદ સમાચાર જાણવા મળ્યા કે હવે તે કદી મા નહીં બની શકે. આ સાંભળીને તે પાગલ જેવી બની ગઈ. માતૃત્વને કચડી નાખનારી આવી તો કૈક સ્ત્રીઓ કાયમ માટે સંતાનના સુખને ગુમાવી બેઠી છે.
બીજાના દબાણને વશ થઈને કે લાચાર બનીને જે સ્ત્રીઓ ગર્ભપાત કરાવી બેસે છે, તે પછી પોતાની આખી જીંદગી સુધી તે પાપના ઘાથી મુક્ત બની શકતી નથી.
ગર્ભપાત એ સરળ કે સામાન્ય પદ્ધતિ નથી. અત્યંત ઘાતકી અને ક્રૂર પદ્ધતિ છે. ગર્ભપાતની જુદી જુદી કેટલીક પદ્ધતિઓ હોય છે, જેમ -
રસોડાનું તત્ત્વજ્ઞાન – ૧૦૩ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International