________________
૧૦ ડિસેમ્બર :
મારા વાળ વધે છે. એ લીસા અને ચળકતા છે. મા ના વાળ કેવા હશે?!!! ૧૩ ડિસેમ્બર:
હવે હું થોડું જોઈ શકું છું. મારી આજુબાજુ અંધારું છે. જ્યારે મા મને આ સૃષ્ટિ પર લાવશે ત્યારે બધું જ પ્રકાશિત અને ફૂલોથી ભરપૂર હશે, પણ મને તો સૌથી વધારે મારી માને જોવી છે. મા તું કેવી લાગે છે? ૨૪ ડિસેમ્બર :
“મા” ને મારા હૃદયના ધીમા ધબકારા સંભળાતા હશે! કોઈ બાળકો આ દુનિયામાં થોડા નબળા આવે છે. પણ મારું હૃદય મજબૂત અને તંદુરસ્ત છે. એ કેવું એક સરખું ધબકે છે. ધબ... ધબ... ધબ.. -મા! તને એક તંદુરસ્ત નાની દીકરી મળશે. ૨૮ ડિસેમ્બર :
આજે મારી માએ મને મારી નાખી.
માતાના પેટમાં વિકસી રહેલા કુમળા ગર્ભની સિલસિલાબંધ તસવીરો ઝડપવાની સિદ્ધિ સૌ પ્રથમ વાર સ્વિડીશ તસવીરકાર લેન્નાઈ નિલ્સને પ્રાપ્ત કરી હતી. લાઈફ મેગેઝીન માટે તેણે તૈયાર કરેલા ગર્ભના આલ્બમ પાછળ તેનાં કુલ સાત વર્ષ ગયાં. અહીં જે ગર્ભની તસવીરો આપવામાં આવી છે તેમને વિકાસના વિવિધ તબક્કાઓમાં વિવિધ કારણોસર ઓપરેશન કરી માતાના ગર્ભાશયમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.
પશ્ચિમી વિશ્વમાં બાળકની ઉંમરની ગણતરીતે માતાના ઉદરમાંથી બહાર આવે તે ક્ષણથી કરવામાં આવે છે. પરંતુ ચીનમાં એવી પરંપરા છે કે બાળકનો જન્મ થાય ત્યારે તેને એક વર્ષનો ગણવો. આ પરંપરામાં જન્મ અગાઉ પાંગરતા જીવનનો આદર કરવામાં આવ્યો છે. ગર્ભાધાન વખતે જે જીવ માત્ર એકકોષી હોય છે તે ગર્ભાવસ્થાના ૨૬૬ દિવસોમાં ૨૦ કરોડ કોષનો જટિલ સરવાળો બની જાય છે. આ વખતે તેના ગર્ભાધાન સમયના વજનમાં એક અબજગણો વધારો નોંધાયો હોય છે.
સ્વિડનના તસવીરકાર નિલ્સનને જન્મ અગાઉના આ જીવન વિશે ભારે કૂતુહલ હતું. આ કારણે સ્ટોકહોમની પાંચ હોસ્પિટલના શલ્ય ચિકિત્સકોની મદદથી તેણે સાત વર્ષ સુધી ગર્ભની તસવીરો લીધા કરી, પરિણામે માનવજાતને ખ્યાલ આવ્યો કે અબુધ માતાઓ પોતાના સ્વાર્થ ખાતર જે ગર્ભનો માંસનો લોચો ગણી
-
-
-
-
--
-
-
-
--
--
-
--
Jain Education International
For Private & Personal Use On રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૧૧
www.jainelibrary.org