________________
કેમીકલ યુગમાં જીવી રહ્યાં છે, જીવન થયા છે ઝેર, ખાનપાનમાં પોષક તત્ત્વોની, નીકળી જાય છે ખેર. ખાનપાનમાં રંગ રસાયણ, બગાડે જીવનની મજા, માંદા પડવાની મજા !, ને હોસ્પીટલની સજા! વિલાયતી ખાતરની ખેતી, ધરતીમાં લાગે આગ, ઝેરી જંતુનાશકોથી, ઉજડે જીવનબાગ. સારાયે વિશ્વના અર્થતંત્રનો, ગાય છે આઘાર, ખેતી ગોવંશ નાશથી, દેશ બને બેકાર. અસલ છોડીને નકલથી, રોગ વન્યા છે ઘેરી, મહારોગના આક્રમણોની, ચાલે હેરાફેરી. શરીર રોગનું ઘર કહેવાયે, કયારે ફટે ઘાણી, નિરોગી રહેવા આયુર્વેદના, નિયમ લેવા જાણી. પર્યાવરણની રક્ષા કરે છે, તેની કક્ષા ઉંચી, સારાયે વિશ્વના આરોગ્યની, આયુર્વેદમાં કુંચી. વિલાયતી દવાની ગોળી, કરશે જીવનની હોળી, અપ્રાકૃતિક ખાનપાનથી, લેવી પડે છે ગોળી. નિર્દોષ છે દેશી દવાઓ, વિલાયતી છે ઝેર, વિલાયતીના વિષચક્રથી, વર્તે કાળો કેર. આયુર્વેદ રક્ષણ કરે, ને વિલાયતી કરશે ભક્ષણ, આયુર્વેદનું લેવું શિક્ષણ, ને રોગનું જાણે લક્ષણ. પિત્તદોષથી અંગ જલે, ને કફદોષથી ખાજ, વાયુદોષથી દુ:ખાવો, ને ત્રણ કરે છે. રાજ. રોગ ઉત્પત્તિ કારણ જાણી, તેને કરવા દૂરે, ઔષધ વિના રોગ મટે, ને ફેર કદી ના ફરે. જીવન જીવે નિયમથી તે દવા વિના નિરોગી, અનિયમિત જીવનથી રહે, દવા ખાઈને રોગી. ઋતુચર્યાને દિનચર્યા, રાત્રિચર્યા જે જાણે, આરોગ્યના નિયમ પાળે, નિરોગસુખ તે માણે. ખાનપાન ગુણધર્મો જાણે, હિત-મિતને પથ્યને જાણે. મિતાહારથી લાંબુ જીવે, ખાઉધરાઓ જલદી જાયે, અપચ્ચેના સેવનથી, આરોગ્યની આશા વ્યર્થ છે, પથ્યપાલનથી રહે નિરોગી, આયુર્વેદ સમર્થ છે. આહાર એ જ ઔષધ છે, ત્યાં જવાનું શું કામ છે? આહારવિહાર અજ્ઞાનથી, દવાખાનાઓ જામ છે.
-વાન - ૧ ૧ ૫ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only