________________
ક્રૂરતાની આ કેવી પરાકાષ્ઠા! આ મા-બાપો છે? આ ડોક્ટરો છે? અરે! કસાઈઓને પણ સારા કહેવડાવે તેવું તેમનું અધમાધમ ધંધાકીય કૃત્ય છે ! આ પદ્ધતિમાં ક્યારેક આખું ગર્ભાશય બહાર ખેંચાઈ આવે છે, ત્યારે તેવી સ્ત્રીઓને જીંદગીભર અનેક તકલીફો ભોગવવી પડે છે.
ગર્ભપાતની ત્રીજી હિસ્ટેરોટોમી પદ્ધતિ છે, પેડુને ચીરીને સગર્ભા સ્ત્રીનાં આંતરડાં બહાર કાઢી, ગર્ભાશયને ખોલી, જીવતું બાળક બહાર કાઢવામાં આવે છે. પછી તેને બાલદીમાં ફેંકી દેવું પડે છે. હાથપગ હલાવતું, હવાતિયાં મારતું, રડતું અસહાય બાળક બાલદીમાં જ મરી જાય છે. કેટલીક વાર કેટલાક જબરા જીવો કલાકો સુધી મરતા નથી, ત્યારે બાલદીમાં જીવતાં બાળકને તીક્ષ્ણ હથિયાર વડે વીંધી નાખવામાં આવે છે અથવા મોટા ફટકાથી તેનો કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવે છે. જો કોઈ ડાકુ, ખૂનીઓ આવાં બે-ચાર ઓપરેશન જોઈ લે તો કદાચ તેઓ પોતાનો ધંધો છોડીને સાધુ બની જાય અથવા આવું કાળું કામ કરનારાઓનું જ ખૂન કરી બેસે.
ગર્ભહત્યાની ચોથી એક પદ્ધતિ છે. એક લાંબો સોયો ગર્ભાશયમાં ભોંકવામાં આવે છે. તેમાં પીચકારી વડે ભારે ક્ષારનું દ્રાવણ છોડવામાં આવે છે. ચારે તરફના દ્રાવણથી ઘેરાયેલું બાળક થોડો ક્ષાર ગળી જાય છે. જોતજોતામાં બાળકને હેડકી ઊઠે છે. ઝેર ખાધું હોય તેમ તે ગર્ભાશયમાં ખેંચાવા લાગે છે. ક્ષારની દાહક અસરથી તેની ચામડી કાળી પડી જાય છે. અંતે ગુંગળાઈને તે બાળક ગર્ભમાં જ મરી જાય છે. પછી તેને બહાર કાઢી લેવામાં આવે છે. જો જીવ રહી ગયો હોય તો તેને ઘાતકી રીતે પતાવી દેવામાં આવે છે. દવાખાના-ઓની કે વી ક્રૂર પાશવી પાપલીલા ! આવા ડોક્ટરો સમાજમાં 'ડોક્ટર' તરીકેના
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૦૫
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org