________________
(પાઠ-૧૬:ટી.વી. એક મોટો ખતરો
ટી.વી. સેટ સામે નાના બાળકો, યુવાનો અને ડોસા-ડોશીઓ પણ બેસી જાય છે. મનોરંજન પુરું પાડનાર ટી.વી. સેટ કેટલો બધો ખતરનાક છે એ વાતથી લગભગ ઘણા બધા અજાણ છે. આ પ્રકરણ વાંચીને બધાટી.વી. સેટ છોડી દે, તેવું પણ લાગતું નથી. જેમ સિગારેટનો વ્યસની સિગારેટ છોડવા માટે લાચાર હોય છે, તેમ ટી.વી.ના વ્યસની માણસો ટી.વી. છોડવા પણ લાચાર હોય છે.
ટી.વી.થી નાના-મોટા સૌના સંસ્કારોનું ધોવાણ થાય છે. જો માણસ સંસ્કારી મટી જાય તો તે પશુ કે શેતાન સમાન બને છે. આમ ટી.વી. માણસને માણસ મીટાવીને પશુ કે શેતાન બનાવે છે. નાના-નાના બાળકો નિર્દોષ હોય છે-પવિત્ર હોય છે, પરંતુ જે મા-બાપ ટી.વી. છોડી શકતા નથી, તેઓ સંતાનોને ટી.વી.ના ચેપથી કઈ રીતે બચાવી શકવાના? પરિણામે નિર્દોષ અને પવિત્ર બાળકો મોટા થતાં થતાં તો કંસ જેવા બની જાય છે. એવા મોટા થયેલા દિકરાઓ ઘરડા મા-બાપને ત્રાસ આપે, રીબાવે, ક્રસ કરે કે ઘરડા ઘર ભેગા કરી દે, તો તેમાં કોઈ આશ્ચર્ય નથી. મા-બાપોએ મનોરંજનના નામે ટી.વી.ને ઘરમાં પ્રવેશ આપ્યો તેનું જ એ પરિણામ છે. ઘરમાં બાવળીઓ વાવો પછી કેરીના ફળની આશા રાખવી નકામી છે. બુઢાપામાં કાંટા ખાવાની પૂરી તૈયારી રાખવી જ પડે.
ઘણી મમ્મીઓ રસોઈ બનાવતી જતી હોય છે. અને ટી.વી. પણ જોતી જતી હોય છે. આવી માતાઓ બાળકોને વારસામાં શું આપી શકવાની? આવી મમ્મીઓ જો. ધર્મ કરતી હોય, તો પણ એ એક પ્રકારનો દંભ બની જાય છે. જે ટી.વી.એ સંસ્કારોની કતલ કરી છે અને ધર્મનો વિનાશ નોતર્યો છે, તેના ઉપર પ્રેમ હોવો એ નાસ્તિકતાની એક નિશાની છે.
મોક્ષને માનનારો ટી.વી. જુએ ખરો? પરલોકની ચિંતા હોય, તે ટી.વી. સામે બેસે ખરો?
જેને મરણવખતે સુંદર વિચારો અને સમાધિ જોઈએ છે, તે ટી.વી.નો સ્વીકાર કરે ખરો?
અરે ! આબરૂ, આરોગ્ય અને સંતાનો ખાતર પણટી.વી. છોડવા જેવો છે. જે ઘરમાં ટી.વી.થી કુસંસ્કારોના બીજ રોપાશે એ ઘરની ખાનદાનીને ગમે
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૮૬
-
-
- -
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org