________________
જૈનો પણ આ તમાકુના રવાડે ચડ્યા છે. ધર્મ કરનારા હે જૈનો (!) જો ગુટખા વગેરેનો વેપાર કરતા હોય કે ગુટખા વગેરે ખાતાં હોય તો તેમને જૈન સંઘમાં શી રીતે સમાવી શકાય ?
યાદ રાખો : તમે ગુટખા, બીડી, સિગારેટ વગેરે વેચતા નથી, તમે મોતના મસાલા વેચો છો. તમે ગુટખા વગેરે ખાતાં નથી, તમે ખુદ તમારા મોતને બોલાવી રહ્યાં છો. ગુટખા વગેરેના પનારે પડેલાઓ જો તેનો ત્યાગ કરી શકે તેમ ન હોય તો કમસે કમ લગ્ન નહીં કરવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ. મા-બાપોએ ગુટખા વગેરેના વ્યસનીઓને પોતાની દીકરી કદી નહીં પરણાવવી જોઈએ. વૈજ્ઞાનિકોના તારણો તો બોલે છે કે બીડી, સિગારેટના ધૂમાડો જે વાતાવરણમાં ભળે છે, તેના કારણે આસપાસની વ્યક્તિઓના આરોગ્યને પણ મોટું નુકશાન પહોંચે છે. માટે કેટલાક જાહેર સ્થાનોમાં બીડી, સિગારેટ માટે મનાઈ ફરમાવેલી હોય છે. વ્યસની વ્યક્તિઓના સંતાનોના આરોગ્યને પણ મોટો ફટકો પડે છે.
અમેરિકાના વિખ્યાત ટેલિવિઝન એક્ટર વિલિયમ ટોલમેનનું ફેફસાંના કેન્સરને લીધે મૃત્યુ થયેલ. તેણે મૃત્યુ સામે ઝઝૂમતાં છેલ્લે કહેલ કે, “મેં મારા જીવનની તમામ ઉત્તમ તકોને સિગારેટના ધૂમાડામાં ફૂંકી મારી છે, એ હું કબૂલ કરું છું. હવે મારે મારી પ્રિય પત્ની, મારા પ્રિય બાળકોને કાયમ માટે છોડી દેવા પડશે.'
અમેરિકાના જાણીતા પત્રકારમાર્ક વોટર્સે પોતાના મૃત્યુ પહેલાં જ દિવસે પ્યું કે, “સિગારેટ જ મારા માટે મૃત્યુ બન્યું છે." સિગારેથી તેમને એમ્ફીસીમાં થયો. શ્વાસની તકલીફ ખૂબ વધી. પછીથી ખૂબ કફ પડવા માંડ્યો. ડાબું ફેફસું નકામું થઈ જવાથી તેઓ મોતને ભેટ્યા.
તમાકુમાં એક ખતરનાક નિકોટીન નામનું ઝેરી તત્ત્વ રહેલું છે, તેના કારણે બીડી, સિગારેટ, ગુટખા, છીંકણી વગેરે દ્વારા નશો રહે છે. માણસ આ નશાને સારો સમજે છે, પરંતુ તે માણસને રીબાવી રીબાવીને મારી નાંખે છે. એક સિગારેટમાં લગભગ ૧૦૦ મિલિગ્રામ જેટલું નિકોટીન હોય છે. જો ૫૦૦ મિલિગ્રામ જેટલું નિકોટીન ઈજેક્શન દ્વારા કોઈને પણ આપવામાં આવે, તો તેનું તત્કાળ મૃત્યુ થાય છે. આ નિકોટીન શરીરના મુખ્ય ચેતાતંત્ર પર ઘેરી અસર કરે છે. મગજના બાહ્ય ભાગને તે ઉત્તેજિત કરે છે અને અગત્યનાં કેન્દ્રોને મંદ પાડે છે.
આ નિકોટીન મૂત્રપિંડ પાસે આવેલી એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરીને વધારાનો ચેતાસ્ત્રાવ પેદા કરે છે. પરિણામે હૃદય સુધી લોહી લઈ જતી ધમનીઓ (નળીઓ)
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org