Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 52
________________ હોવાથી તે ખાઈ શકાય નહીં. ૧૦. બરફ: સાદા પાણીના એક બારીકમાં બારીક ટીપાંમાં પાણીના અસંખ્ય જીવો હોય છે. તે દરેક જીવનું શરીર જો સરસવના દાણા જેવડું કરવામાં આવે તો એક લાખ યોજનના વિસ્તારવાળો જંબુદ્વીપ ભરાઈ જાય. એક ટીપાંમાં પાણીના કેટલા બધા જીવો! વળી તે પાણીના ટીપાંમાં બીજા હજારો બેઈન્દ્રિય જીવો પણ હોય છે. આધુનિક વૈજ્ઞાનિક કેપ્ટન જેકોર્સબીએ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી પાણીના એક ટીપાંમાં ૩૬,૪૫૦ હાલતાં-ચાલતાં જીવો જોયા. - આ પાણીનું ઘનરૂપ એટલે બરફ બરફ એટલે વિશાળ જળરાશિ. બરફ વિનાનું સાદુ પાણી પણ જો ગાળ્યા વિના વાપરવામાં આવે તો સાત ગામ બાળ્યા જેટલું પાપ પુરાણ ગ્રન્થોમાં કહેવાયું છે, તો બરફ માટે તો પૂછવું જ શું? બરફમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવો હોય છે. તેને પરમાત્માએ અભક્ષ્ય કહેલ છે. માટે બરફ વાપરી શકાય નહીં. બરફનો ઉપયોગ કેરીનો રસ, શીખંડ, ફુટસલાડ, શેરડીનો રસ, શરબત વગેરેમાં કરતાં તે ભક્ષ્ય ચીજો પણ અભક્ષ્ય બની જાય છે. બરફની જેમ આઈસ્ક્રીમ, કુલ્ફી, ઠંડા પીણા, આઈસ પાણી, આઈસ કેન્ડી, ફ્રીજનું પાણી, પેપ્સી વગેરે પણ અભક્ષ્ય છે. વળી આ બરફ, આઈસ્ક્રીમ વગેરે પેટની ઉર્જાનો નાશ કરે છે. તેથી જઠરાગ્નિ મંદ પડે છે. પરિણામે અનેક રોગો ચડી બેસે છે. ૧૧. કરા: આકાશમાંથી પડતાં બરફના ટુકડાને કરાકહેવામાં આવે છે, તે પણ બરફની જેમ અભક્ષ્ય છે. ૧૨. વિષ : સોમલ, હડતાલ, સાપનું ઝેર, વીંછીનું ઝેર, વછનાગ, અફીણ, ઝરકોચલાં, ધતુરો, આકડો, ડી.ડી.ટી., ગેમલીન પાવડર, ઝેરી રસાયણવાળા પ્રવાહી દ્રવ્યો, ફલીટ ટવેન્ટી, ડાલ્ફ, જંતુનાશક દવાઓ, પોટેશિયમ સાઈનાઈડ વગેરેનો સમાવેશ વિષમાં થાય છે. વિષ અભક્ષ્ય છે. તેનાથી પેટમાં રહેલા ઘણા જીવોનો ઘાત થાય છે અને પોતાનું મૃત્યુ પણ થઈ શકે છે. ૧૩. સર્વ પ્રકારની માટી : સૂકાયેલ તળાવ વગેરેના પટ ઉપર થતી માટી, ચોક, સ્લેટ પેન વગેરે માટી છે. તે અભક્ષ્ય છે. માટી ખાવાથી પેટમાં વિકસેન્દ્રિય જીવો તેમજ ઝીણા દેડકા જેવા પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. અને તે મહારોગને ઉત્પન્ન કરે છે. ૧૪. રાત્રિભોજન: જુઓ પાઠ - ૧. Jain Education International For Private & Personal Use Only તત્વજ્ઞાન - ૩૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134