________________
ઊંડાણમાં જવા જેવું છે. મિલમાં કોલ્ડ સ્ટોરેજમાં છ-બાર મહિનાના જૂના ઘઉં, મકાઈ, ચણા વગેરે ભરેલા હોય છે. જેમાં સડો થાય છે. ગુણીઓમાં ઢગલે ઢગલા ધનેરા, ઈયળ, જીવાત પડેલી હોય છે. જે ગુણીઓનો વારો આવે ત્યારે તે જીવાતવાળા સડેલા ઘઉં વગેરે ગરમ પાણીમાં ઠલવાય છે. તે વખતે બધા જીવો મરી જાય છે. પછી તેને દળીને લોટ બનાવાય છે. તે લોટ પણ ઘણો સમય પડી રહે છે. તેમાં પણ સમય જતાં ધનેરા, ઈયળો વગેરે થાય છે. તે જથ્થાબંધ લોટ બજારમાં આવે છે. મોટા વેપારીને ત્યાં પણ તે ઘણા દિવસો સુધી પડયો રહે છે. તેથી તેમાં પાર વિનાના જંતુઓ થઈ ગયા હોય છે. તે પછી તે પાઉં, બિસ્કીટ, ગાંઠિયા વગેરે બનાવનારને ત્યાં પહોંચે છે. વિચારો ! બજારનો મેંદો કે બજારનો લોટ અને બજારની લોટની વસ્તુ કઈ રીતે વાપરી શકાય ? આ બધી જ અભક્ષ્ય છે અને આરોગ્યને નુકશાનકર્તા છે.
બિસ્કીટ બનાવવા માટે મેંદાની ગુણોનો ગોદામમાં સંગ્રહ થાય છે. તેની ઉપર માંખીઓ બણબણે છે. તેને દૂર કરવા માટે ઝેરી દવા છાંટવામાં આવે છે, જે લોટમાં ભળે છે. વળી બિસ્કીટમાં ઘી અથવા સ્પેશિયલ બેકરી ફૅટરને બદલે પ્રાણીની ચરબી વાપરવામાં આવે છે. પરદેશના બિસ્કીટમાં માંસ-મચ્છી, ઈંડા, ગાયની ચરબી અને બકરાના આંતરડાનો રસ વપરાય છે. ઘણા બિસ્કીટ, કેક, પેસ્ટ્રીમાં માછલીનું સસ્તુ તેલ વપરાય છે.
બ્રેડ-પાઉંમાં અભક્ષ્ય મેંદો, ધનેરા-ઈયળનો નાશ, આથો લાવતાં અબજો ત્રસજીવોનો સંહાર અને પાણીના અંશને કારણે વાસી રહેતાં કરોડો લાળીયા/બેકટેરીયા જીવોની ઉત્પત્તિ અને વિનાશની પરંપરા ચાલે છે. શેં ખવાય !
સેન્ડવીચ સ્પ્રેડ તથા મેયોનીઝમાં ઈંડાનો રસ હોય છે. બ્રેડ ઉપર લગાડીને ખાવામાં તેનો ઉપયોગ થાય છે.
માર્જરીન સીંગતેલ કે વનસ્પતિ તેલમાંથી બને છે. પણ તેને મુલાયમ બનાવવા માછલીનું તેલ ઉમેરવું પડે છે. જે બ્રેડ ઉપર ચોપડવામાં આવે છે.
બે-ત્રણ દિવસના જન્મેલા વાછરડાની હોજરીના રસના મિશ્રણથી રેનેટ બને છે. તેનો ઉપયોગ બ્રેડ ઉપર લગાડવામાં થાય છે.
ચીઝ બનાવવા રેનિન વાછરડાના જઠરમાંથી મેળવાય છે. ડુક્કરના પેટની ચરબીમાંથી પેપસીન બને છે, જે ચીઝમાં પણ વપરાય છે. ચીઝમાં જીલેટીન પણ વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
રસોડાનું તત્ત્વજ્ઞાન
-
૪૫
www.jainelibrary.org