________________
૩. વિગઈ : માંસ, માખણ, મધ અને મદિરા (દારૂ) આ ચાર મહાવિગઈ છે અને અભક્ષ્ય છે, માટે તે તો વપરાય જ નહીં. તે સિવાય દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડાવિગઈ (કડાઈમાં થયેલ સર્વ પકવાન્ન) આ છ વિગઈ છે. આમાંથી એક-બે કે છએ વિગઈનો ત્યાગ ધારી શકાય છે. જે વિગઈનો ત્યાગ ધારો તે વિગઈ તે દિવસે વપરાય નહીં. જો મૂળમાંથી વિગઈ ત્યાગવામાં આવે તો તે વિગઈની કોઈપણ બનાવટ પણ ન વાપરી શકાય. જો વિગઈ કાચી ત્યાગવામાં આવે તો તે વિગઈની અન્ય બનાવટો વાપરી શકાય. જેમ દૂધ મૂળમાંથી ત્યાગ્યું હોય તો દૂધ, ચા કે માવો વગેરે પણ ન વપરાય. જો કાચુ દૂધ ત્યાગ્યું હોય તો દૂધ જ ન વપરાય. ચા, માવો વગેરે વાપરી શકાય. જે રીતે ધારવું હોય તો તે રીતે ધારી શકાય. રાત્રે તો છએ વિગઈ ત્યાગી શકાય.
૪, ઉપાનહ : ઉપાનહ એટલે પગમાં પહેરવાના પગરખાં. જેમકે બુટ, ચંપલ, પાવડી વગેરે. આવા પગરખાં જગતમાં કેટલા બધા છે ! આપણે તો અમુક જ ૫-૧૦ જોડીના છૂટ મૂકીને બાકીના પગરખાંનો ત્યાગ ધારી શકીએ. એકની એક જોડી ગમે તેટલી વાર વાપરો તો પણ તે એક જ ગણાય, પણ બીજા જોડા એક સેકન્ડ માટે પણ પહેરો તો તેની ગણતરી બીજા જોડા તરીકે થઈ જાય છે. જે દિવસે જોડા ખરીદવા જવાનું હોય ત્યારે માપ જોવા પગમાં નાખવાની છૂટ ધારી શકાય.
૫. તંબોલ : તંબોલ એટલે તમામ પ્રકારના મુખવાસ. જેમ વરિયાળી, ઈલાયચી, ધાણાની દાળ, સોપારી, સાદા મસાલા, પાન વગેરે. (આમાં પાન તો વાપરવા યોગ્ય જ નથી. હાલમાં જે મસાલાના તૈયાર પડીકા મળે છે તે પણ વાપરવા યોગ્ય નથી. તે કેન્સર વગેરેને આમંત્રણ આપનારા છે.) જગતમાં આવા તંબોલ કેટલા બધા છે. તેમાંથી ૫-૧૦ જાતના તંબોલની છૂટ મૂકી બાકીનાનો ત્યાગ ધારી શકાય. વળી તેમાં અમુક નિશ્ચિત પ્રમાણ ધારો તો પણ સારું. પ્રમાણ અમુક સંખ્યાથી તથા અમુક વજનથી, અમુક માપથી નિયત કરી શકાય. રાત્રે તો સંપૂર્ણ ત્યાગ કરી શકાય.
૬. વસ્ત્ર : ધોતિયું, ખેસ, શર્ટ, પેન્ટ, જાંગીયો, ટોપી, હાથના મોજા, પગના મોજા, સ્વેટર, ગંજી, ગરમ શાલ, ટુવાલ, સાડી વગેરે પહેરવાના વસ્ત્રો સંબંધમાં ૧૦-૨૦ કે ૩૦ જેટલા વસ્ત્રોની છૂટ મૂકી બાકીનાનો ત્યાગ ધારી શકાય.
૭. કુસુમ : અહીં સુંઘવાની ચીજો અંગે મર્યાદા બાંધવાની હોય છે. જેમકે ૨૫થી વધુ ચીજો સુંઘવાના આશયથી સુંઘવી નહીં અને વજનમાં કુલ પાંચ કીલોથી વધુ પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
૨સોડાનું તત્ત્વજ્ઞાન - ૭૩
www.jainelibrary.org