________________
સુંઘવું નહીં. આ નિયમ ધારનારે ઘી-તેલ વગેરેના આખાને આખા ડબ્બા સુંઘવા નહીં. જો સુંઘો તો તે બધું ઘી-તેલ સુંધ્યું ગણાય.
૮. વાહણ : ઘોડો, ઘોડાગાડી, સ્કુટર, સાયકલ, બસ, રીક્ષા, ટ્રેન, વિમાન વગેરે વાહણ ગણાય. જગતમાં કેટલા બધા વાહણો છે. અમુક ૧૦-૨૦ વાહણોની છૂટ મૂકી બાકીનાનો ત્યાગ ધારી શકાય. જુદી જુદી બે બસ કે જુદા જુદા બે સ્કુટર બેમાં ગણાય. એકની એક બસ કે એકનું એક સ્કુટર ગમે તેટલી વાર વપરાય તો પણ તે એક
જ ગણાય.
૯. શયન : બેસવા અને સુવા માટેની ચીજો શયનમાં ગણાય. જેમકે પાટ-પાટલા, પલંગ, ખાટલા, ટેબલ, ખુરશી, સોફાસેટ, ગાદલાં, ઓશીકા, શેતરંજી, કોચ, ઓછાડ, બેસવાનું આસન વગેરે. અહીં શયન માટે વપરાતી ચીજોની અમુક સંખ્યા छूट તરીકે ધારીને બાકીનો ત્યાગ કરવાનો હોય છે. જેમ આજે ૫૦ શયનથી વધુનો ત્યાગ. કોઈ વ્યક્તિ પાંચ ગાદલાની થપ્પી ઉપર બેસી જાય તો તે પાંચ સંખ્યા ગણાય. કોઈ પલંગ ઉપર બે ગાદલા રાખે, ઉપર ઓસાડ પાથરે, માથા નીચે બે ઓશીકાં રાખે અને ઉપર એક શાલ ઓઢે તો તે કુલ ૭ ની સંખ્યા ગણાઈ જાય.
૧૦. વિલેપન : શરીરે ચોપડવાની ચીજ વિલેપન ગણાય. જેમકે સાબુ, શરીરે ચોપડવાની દવા, ચંદન, અત્તર, માથે નાખવાનું તેલ, ઘી, સ્નો, પાઉડર, લાલી-લિમ્પ્ટીક, અંજન વગેરેનો સમાવેશ આમાં થાય છે. અહીં અમુક સંખ્યાની છૂટ મૂકી બાકીનાનો ત્યાગ કરવો. જેમ આજે ૧૦થી વધારે વિલેપન દ્રવ્યોનો ત્યાગ. ધારો કે બે જાતના સાબુ વાપરો તો બે વિલેપન ગણવા.
૧૧. બ્રહ્મચર્ય : દિવસે સંપૂર્ણ ત્યાગ ધારી શકાય. રાત્રે સંપૂર્ણ કે અમુક સમયની મર્યાદાની છૂટ મૂકી બાકીના સમયનો ત્યાગ ધારી શકાય.
૧૨. દિક્પરિમાણ : ચારે બાજુ અમુક કી.મી.માં કે અમુક ગામ, રાજ્ય, દેશની બહાર જવું નહીં તેમ ધારી શકાય. છઠ્ઠા દિવિરતિ ગુણવ્રતમાં તો વધારે ક્ષેત્ર ધારેલ હોય, પરંતુ અહીં તો સવારે સાંજ સુધીનો જ અને સાંજે સવાર સુધીનો જ નિયમ ધારવાનો હોવાથી અલ્પક્ષેત્ર ધારીને બાકીના તમામ ક્ષેત્રના તમામ પાપોથી છૂટકારો મેળવી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
રસોડાનું તત્ત્વજ્ઞાન
–
૭૪
www.jainelibrary.org