________________
પાપોથી બચવાની સરળ
પાઠ-૧૩ : પદ્ધતિ : ચૌદ નિયમ
ચૌદ નિયમો ધારવાની આ એકદમ સરળ પદ્ધતિ છે. આમાં સવારે ચૌદ નિયમ ધારવાના હોય છે અને તે પણ તે દિવસની સાંજ સુધીના જ. વળી પાછા સાંજે ફરી ચૌદ નિયમ ધારવાના હોય છે. અને તે પણ સવાર સુધીના જ. આમ લગભગ ૧૨-૧૨ કલાક માટે જ નિયમ ધારવાના હોવાથી તૂટવાની સંભાવના પણ રહેતી નથી. અને શકય વધુ પાપોથી નિવૃત્તિ સરળતાથી લઈ શકાય છે.
જેઓએ શ્રાવકના ૧૨ વ્રતો લીધા હોય, તેમને પણ જે વધુ પડતી છૂટો રાખી હોય તે પણ રોજ રોજ ૧૪ નિયમની ધારણા વખતે ટુંકાવી ઘણા પાપથી બચી શકાય છે. જેમ શરીરમાં સર્વત્ર વ્યાપેલા ઝેરને ગારૂડી મંત્ર દ્વારા ખેંચીને ડંખ ભાગે લાવે છે, તેમ આ ૧૪ નિયમોની ધારણાથી વિસ્તૃત પાપ-વ્યાપારને ટુંકો કરીને અમુક જ પ્રમાણમાં મર્યાદિત કરી શકાય છે.
તો ચાલો આ ચૌદ નિયમોની ધારણા કરતાં શીખી જઈએ.
૧. સચિત્ત : જગતમાં ખાવાની સચિત્ત (જીવવાળી) વસ્તુઓ કેટલી બધી છે. આપણે બધી ચીજો ખાઈ શકવાના નથી. તેથી આ સચિત્તના નિયમમાં અમુક સચિત્ત ધારવા. જેમ આજે ૨૫ સચિત્ત ચીજોથી વધુ ન વાપરવી. એથી ૨૫ સિવાયના તમામ સચિત્ત પદાર્થોના પાપથી બચી જવાય છે. રાત્રે તો સચિત્તમાં ૧ પાણી ધારો તો પણ ચાલે.
૨. દ્રવ્ય : જગતમાં ખાવાના સચિત્ત કે અચિત્ત દ્રવ્યો કેટલા બધા છે ! આપણે અમુક ૨૫-૫૦ દ્રવ્યોની ધારણા કરી લઈએ તો બાકીના તમામ દ્રવ્યોના પાપમાંથી મુક્તિ મળી જાય. રાત્રે તો ૧-૨ દ્રવ્યની ધારણાથી પણ ચાલી જાય, જેમ પાણી અને કદાચ દવા લેવાની હોય તો તે. શ્રાવકોને એક નામવાળું એક દ્રવ્ય ગણાય. જેમ ભીંડાનું શાક, તુરિયાનું શાક, વડીનું શાક આ ત્રણે ય વાપર્યા હોય તો તે ત્રણ દ્રવ્ય ગણાય. જો ઉંધિયું વાપર્યું હોય તો એક જ દ્રવ્ય ગણાય. એક જ પ્રકારનું દ્રવ્ય આખા દિવસમાં ગમે તેટલીવાર વાપરો તો પણ તે એક જ દ્રવ્ય ગણાય. જેમ સવારે અને સાંજે એમ બે વાર ભાત ખાધા હોય તો પણ તે એક જ દ્રવ્ય ગણાય. પણ સવારે ભાત અને સાંજે ખીચડી ખાધી હોય તો બે દ્રવ્ય ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
રસોડાનું તત્ત્વજ્ઞાન ·
૭૨
www.jainelibrary.org