________________
૧૩. સ્નાન : આજે કેટલીવાર સ્નાન કરવું અને તે સંબંધમાં અમુક પ્રમાણથી વધુ પાણી ન વાપરવું તે રીતે ધારણા કરવાની હોય છે. આ નિયમ ધારનારે ફુવારા નીચે, બાથ, તળાવ વગેરેમાં સ્નાન કરવું નહીં. બાથમાં તરતા શીખવા જનારે એક-બે જરૂરી બાથની છૂટ ધારી લેવી.
પ્રભુપૂજા વગેરે ધર્મકાર્ય માટે વધુ વખત સ્નાનની જરૂર ઊભી થાય તો તેમાં નિયમ ભંગ ગણાય નહીં, કેમકે આ નિયમો સંસારના પાપથી છૂટવા માટે છે.
૧૪. ભત્ત : સચિત્ત, દ્રવ્ય અને વિગઈમાં સંખ્યા ધારવી. અહીં ભોજન અને પાણી સંબંધી પ્રમાણ ધારવાનું હોય છે. આ પ્રમાણ સંખ્યા દ્વારા, અમુક માપ દ્વારા કે વજન દ્વારા ધારી શકાય છે.
જેમ આજે પીવાનું પાણી ૧ ઘડાથી વધુ ન વાપરવું. દાળ, દૂધ વગેરે પ્રવાહી ચીજો ૨૦ વાડકીથી વધુ ન વાપરવા. રોટલી, ભાખરી, ખાખરા, રોટલા વગેરે ૨૫ થી વધુ ન વાપરવા. મીઠાઈ પાંચ નંગથી વધુ ન વાપરવી અને બાકીની ખાવાની ચીજો બે કીલોથી વધારે ન વાપરવી. અથવા આજે પીવાનું પાણી ૧ ઘડાથી વધુન વાપરવું અને બાકીનું ખાવા-પીવાનું બધું મળીને અમુક એક-બે કે ત્રણ તપેલીથી વધુ ન વાપરવું.
આ ચૌદ નિયમ ઉપરાંત અસિ (સોય, ચપ્પ, બંદુક વગેરે શસ્ત્ર), મસિ (સ્ટેશનરી), કૃષિ (ખેતી વગેરે) તથા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય-એમ બીજા આઠ સંબંધમાં પણ નિયમની ધારણા કરી શકાય છે.
સવારે નિયમો ધારીને દેસાવગાસિક પચ્ચકખાણ લઈ લેવું. આ નિયમોની સાંજે ગણતરી કરવી. ધારેલ કરતાં ઓછી ચીજ-વસ્તુઓ થવાથી અને કદાચ કોઈ ચીજ-વસ્તુ યાદ ન આવવાથી ગણવાની રહી પણ જાય તેથી છેલ્લે બોલવું: ‘વધેલ લાભમાં અને ભૂલચૂક મિચ્છામિ દુક્કડં.' તે પછી સાંજે નવા નિયમો ધારીને દેસાવગાસિક પચ્ચકખાણ લેવું. આ નિયમોની સવારે ગણતરી કરવી. વધેલ લાભમાં ભૂલચૂક મિચ્છા મિ દુક્કડં પણ કરવું. કદાચ ભૂલથી ધારણા કરતાં અધિક ચીજ-વસ્તુ થઈ હોય તો નોંધ રાખીને ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત કરી લેવું.
આ નિયમો ધારનારે સવાર-સાંજ ધાર્યા પછી નીચે મુજબનું દેસાવગાસિકનું પચ્ચક્ખાણ ગુરુ પાસે કે જાતે લેવું.
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૭પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org