Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 56
________________ બજારની કોઈપણ ચીજ પાઠ- ૭: * ખાઈ શકાય તેમ નથી આજે હિંસક અભક્ષ્ય ચીજોનો અને આરોગ્ય માટે ખતરનાક એવા કેમીકલ્સનો બજારની ખાવાની અનેક ચીજોમાં ઉપયોગ શરૂ થયો છે, માટે બજારની તમામ ચીજોનો ત્યાગ કરી દેવો તે આરોગ્ય માટે અને આત્મા માટે શ્રેષ્ઠ છે. આઈસ્ક્રીમમાં જીલેટીન (પશુઓના હાડકાનો પાવડર), ઈડાનો રસ, 'ઈ' નામનું માંસાહારી એડીટીવ વપરાય છે. આઈસ્ક્રીમની શરૂઆતમાં ચરબીના થરને કડક અને રબર જેવો છીદ્રાળુ બનાવાય છે. ચરબી મોઢામાં મૂકતાં સહેલાઈથી ઓગળે તે માટે નિર્દોષ અબોલ પશુ-પક્ષીઓની ગુદાની ચામડી, નાક, આંચળ, આંખ, પૂંછડી વગેરે પદાર્થોનો ચીકણો અર્ક (રસ) એમાં ભેળવવામાં આવે છે. તથા પ્રાણીજ ગુંદર અને ગંધાતા પાણી ઉમેરવામાં આવે છે. મોંઘા આઈસ્ક્રીમમાં ઈડા પરવડી શકે પણ લારીમાં વેચાતા આઈસ્ક્રીમમાં ઈંડાને બદલે ડીઈ-ઈથિલ લૂકોઝ નામનું એન્ટી ફ્રીજ સસ્તુ રસાયણ વપરાય છે. માથામાં થતી ખોડો અને જૂ મારવાનું પેપરાનોલ એ વેનિલાના નામે પીરસાય છે. જુદો જુદો સ્વાદ લાવવા માટે જુદા જુદા રસાયણ-કેમીકલ્સ વપરાય છે. અને જુઘ જુદા રંગ પણ વપરાય છે. રસાયણો અને રંગો એ ધીમા ઝેર સમાન છે. હોજરી. પાચક રસો, લોહીના લાલકણ, આંતરડા, ફેફસા, હૃદય, લીવર વગેરે ઉપર તેની ગંભીર અસર પડે છે. આરોગ્ય માટે મોટા ખતરા સમાન છે. ઘરે બનતાં આઈસ્ક્રીમ પણ અભક્ષ્ય છે અને આરોગ્યને નુકશાનકર્તા છે. કસ્ટર્ડ પાવડરમાં ઈડાના રસનું મિશ્રણ થાય છે. જે પુડિંગ, આઈસ્ક્રીમ, બાસુંદી, ફુટસલાડ વગેરે માટે વપરાય છે. લીંબુના ફુલ [citric Acid] ની પ્રક્રિયા જાણવા જેવી છે. સાકર બનાવવામાં આવે છે ત્યારે Molasis એટલે કે ગોળના રસ જેવો પદાર્થ બચે છે. તેને મોટા ધાતુના વાસણમાં નાખવામાં આવે છે. પછી વજનથી કીલો જેટલા અમુક પ્રકારના જીવાણુઓ એ વાસણમાં નાખવામાં આવે છે. આ જીવાણુઓનું હલનચલન માઈક્રોસ્કોપ વડે જોઈ શકાય છે. આ જીવાણુઓનો ખોરાક ગળપણ છે અને તેઓ નિહાર દ્વારા ખાટુ પ્રવાહી બહાર કાઢે છે. આ પ્રક્રિયા સતત સાત દિવસ સુધી ચાલ્યા કરે છે. સાત દિવસને અંતે આ બધું મીઠું પ્રવાહી ખાટુ થઈ જાય છે. પછી એ ખાટા પ્રવાહીને વરાળમાંથી પસાર રસોડાનું તત્ત્વજ્ઞાન - ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134