Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 67
________________ વગેરે વાયુકાય છે. વાયુકાય આંખેથી દેખાતો નથી. પરંતુ શરીરને સ્પર્શ થવાથી તથા ઊડતી ધજા વગેરેના અનુમાનથી જાણી શકાય છે. વનસ્પતિકાય : ઘાસ, બીજ, મૂળ, થડ, શાખા, પાંદડા, ફળ, ફૂલ, વેલડી, વૃક્ષ, અનાજ, સેવાલ, બિલાડીના ટોપ, કંદમૂળ, લીલ વગેરે વનસ્પતિકાય છે. આમાં સેવાલ, બિલાડીનો ટોપ, કંદમૂળ, લીલ વગેરેમાં તો અનંતા-અનંતા જીવો હોય છે. તે પહેલા પ્રકરણમાં પાઠ-પમાં જણાવી દીધેલ છે. ત્રસકાય : શંખનો જીવ, કીડી, મંકોડા, કૃમિ, અળસીયા, જૂ, લીખ, માંકડ, મચ્છર, વાંદા, મધમાખી, ઈયળ, વીંછી, પતંગિયું, ઉંદર, ખિસકોલી, માછલી, પક્ષી, પક્ષીના ઈડા, કાચબો, સાપ, વાંદરો, ગાય, ભેંસ, માણસ, દેવ, નારક વગેરે બધા ત્રસકાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ સ્થાવર કહેવાય છે. તેઓ પોતાની મરજી મુજબ એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકતા નથી. બાકીના બધા જીવો ત્રસકાય છે. તેઓ પોતાની મરજી મુજબ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. કેવી ભયાનક વિરાધના? વર્તમાનકાળમાં શ્રાવકોના જીવનમાંથી જયણા લગભગ ખલાસ થવા લાગી છે. જીવદયામાં માનનારા શ્રાવકો પણ પૃથ્વી, પાણી વગેરેનો બેફામ ઉપયોગ કરીને કેવી ઘોર હિંસાનું પાપકર્મ બાંધતા હોય છે, તેનું જ્ઞાન તેમને હોતું નથી. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના નાનામાં નાના ભાગમાં પણ તેના અસંખ્ય શરીરો અને અસંખ્ય જીવો હોય છે. સંબોધસિત્તરીના કેટલાક શ્લોકો જોઈએ: अद्दामलयपमाणे, पुढवीकाये हवंति जे जीवा । ते पारेवय-मित्ता, जंबूढ़ीवे न मायंति ।।९४।। લીલા આમળાના પ્રમાણ જેટલા પૃથ્વીકાયના સમુહમાં જે જીવો ય છે, તે દરેક જીવોને જો પારેવા (કબૂતર) જેવડા કરવામાં આવે, તો (૧ લાખ યોજન લાંબાપહોળા) આખા જંબૂદ્વીપમાં પણ તે ન સમાય. અલબત્ત તેટલા બધા પૃથ્વીકાયના જીવો હોય છે. अगंमि उदगबिंदुंमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते जइ सरिसव-मित्ता, जंबूदीवे न मायंति ।।१५।। For Private & Personal Use On Paislai nerealiek forg Jain Education International

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134