Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 79
________________ બળદ, ઊંટ વગેરે નકામા થતા કતલખાને જાય; પ્રદુષણથી રોગચાળો વધે વગેરે અનેક નુકશાનો થાય છે.) આ ઉપરાંત રથ, ગાડી, ઘોડાગાડી, લારી વગેરે કે તેના અંગો ઘડવા, ઘડાવવા, ફેરવવા, વેચવા, વેચાવવા વગેરેના વ્યવસાયનો ત્યાગ કરવો. ટુંકમાં વાહન-વ્યવહાર સંબંધી તે બનાવવાથી માંડીને ચલાવવા સુધીના કોઈપણ વ્યાપાર, નોકરી વગેરેનો ત્યાગ કરવો. ૪. ભાટક કર્મ : ગાડા, બળદ, ઊંટ, પાડા, ગધેડા, ઘોડા, ખચ્ચર વગેરે પાસે ભાડા માટે ભાર ખેંચાવડાવવો, ગાડા, ગાડી, મોટરો, સાયકલો, રીક્ષાઓ, વિમાનો વગેરે વાહનોથી ભાડા ઉપજાવવા; વેપાર માટે મકાનો બનાવવા કે ભાડા ઉપજાવવા; ટ્રાન્સપોર્ટનો ધંધો કરવો. આમાં ષડૂજીવનિકાયની હિંસા થતી હોઈ આવો વ્યવસાય કે નોકરી ત્યાજ્ય છે. ૫. સ્ફોટક કર્મ : જેમાં પૃથ્વીને ખોદવી પડતી હોય તેવો વ્યવસાય ન કરવો. જેમવાવ, કુવા, તળાવ વગેરે ખોદાવવા; હળથી જમીન ખેડવી; પર્વતો કે ખીણોમાંથી પત્થરો કઢાવવા; પત્થરો ઘડવા; સોના, ચાંદી, હીરા, કોલસા, પત્થર, માટી વગેરેની ખાણો ખોદાવવી; કેરોસીન વગેરેના કુવા, બોરીંગ, પંપો વગેરે ખોદાવવા; મકાનો બનાવવા; પાયા માટે જમીન ખોદાવવી. આ બધામાં પૃથ્વીકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની ભયાનક હિંસા થતી હોઈ, તેવો વ્યવસાય કે નોકરી કરવા નહિ. ૬. દંતવાણિજ્ય : હાથીદાંત વગેરે પશુ, પક્ષી કે મનુષ્યના શરીરના અવયવોનો વ્યવસાય કરવો નહિ. દાંત, વાળ, રૂંવાટા, નખ, હાડકા, ચામડા, શીંગડા, શંખ, છીપ, કોડા, કસ્તુરી, ગોરોચંદન, અંબર, ઊન, ચામરના પુચ્છ, મોરપીંછા વગેરે ત્રસજીવોના અંગોને તેના ઉત્પત્તિસ્થાને જઈ વ્યાપારાર્થે ખરીદવા નહિ. કેમકે આમાં ત્રસજીવોની પુષ્કળ હિંસા થાય છે. આજે તો લોહી, કિડની, ચક્ષુ વગેરે મનુષ્યના અંગોનો પણ વેપાર શરૂ થયો છે અને તે માટે બાળકો વગેરેના અપહરણો પણ ખૂબ વધ્યા છે. વ્યવસાયનો કે નોકરીનો ત્યાગ કરવો. આવા ૭. લાખવાણિજ્ય : લાખ, મનશીલ, ગળી, ટંકણ-ખાર, વજ્રલેપ, ફટકડી, સાબુ વગેરે ક્ષારો, અત્તર, ભાંગ, ગાંજો, ા, તમાકુ, બીડી, સિગારેટ, અફીણ, કોફી, ફોડવાના દારૂ, પોટાશ, બોમ્બગોળા વગેરેના વ્યવસાયમાં અનેક ત્રસજીવો વગેરેની હિંસા થાય છે, માટે આવા વ્યવસાય કે નોકરીનો ત્યાગ કરવો. ૮. રસવાણિજ્ય : રસ એટલે મધ, દારૂ, માંસ, માખણ, ચરબી, મજ્જા (શરીરના રસોડાનું તત્ત્વજ્ઞાન · ૬૬ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134