Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 81
________________ ૧૪. સર:શોષણ: વાવણી વગેરે માટે ખેતરમાં ભરાઈ ગયેલ પાણીને નીકો કરીને કે યંત્ર દ્વારા ખેંચાવીને બહાર કાઢવું, નદીઓ, કહો, સરોવરો, તળાવો વગેરેના પાણી યંત્ર વગેરે દ્વારા ખાલી કરવા કે સુકવી દેવા. આમાં અપકાયની તથા પાણીમાં રહેલ પોરા, માછલા, જળો વગેરે ત્રસજીવોની હિંસા થાય છે, વળી પાણી જ્યાં જાય ત્યાં પણ વિરાધના કરે છે. માટે આવો વ્યવસાય કે નોકરીનો ત્યાગ કરવો. ૧૫. અસતીપોષણઃ ધંધા માટે સ્ત્રીઓ તેમજ પશુ-પક્ષીઓ વગેરેનું પોષણ કરવું. જેમ-ધંધા માટે વ્યભિચારી સ્ત્રીઓ, વેશ્યાઓ, નપુંસકોને પોષવા ઘરરક્ષા માટે કુતરા, બિલાડા વગેરે પાળવા; કુતુહુલ કે શોખ માટે પોપટ, મેના, તેતર, વાંદરા, માંકડાપાળવા; સરકસ માટે સ્ત્રીઓ, પુરૂષો તેમજ રીંછ, વાઘ, ચિત્તા, સિંહ, હાથી વગેરે કેળવવા; મદારીના ધંધાથી આજીવિકા મેળવવી. આવા વ્યવસાયો કે તે અંગેની નોકરીનો ત્યાગ કરવો. (ઘરમાં કોઈ દુરાચારી પાકે તો ઔચિત્યથી સાચવવામાં કે ભાવિમાં સુધરશે એવી આશાએ પાળવા-પોષવામાં દોષ નથી.) આ ઉપરાંત-ધર્મ અને સંસ્કૃતિને વિઘાતક કોઈપણ વ્યવસાયમાં પડવું જોઈએ નહિ. જેમ-ગર્ભપાત, કુટુંબનિયોજન કેન્દ્રો, ટી.વી., ફિલ્મ કેસેટો, નવલકથાઓ, થિયેટર વગેરેનો વ્યવસાય કે નોકરી ત્યાજ્ય છે. ટૂંકમાં-જે વ્યવસાય કે નોકરીમાં પુષ્કળ જીવહિંસા થતી હોય, ખૂબ અનુચિત કાર્યો કરવા પડતા હોય, ધર્મ-સંસ્કૃતિ માટે ખતરનાક હોય તેવા ધંધા, નોકરી વગેરેનો ત્યાગ કરવો જોઈએ. છતાંય ભૂલથી કે લાચારીથી તેવો વ્યવસાય કરવો પડે તો ખુલ્લા દિલે સઘળું પ્રાયશ્ચિત્ત સદ્ગુરુ પાસે કરી લેવું જોઈએ. અને ભાવિ માટે યોગ્ય માર્ગદર્શન મેળવી લેવું જોઈએ. -: સ્વાધ્યાય - પ્ર-૧ : નીચેના કયા વ્યવસાયો કયા પ્રકારના કર્માદાનનો ધંધો ગણાય? (૧) કોલસા પડાવવાનો ધંધો (૨) અનાજ દળવા-ખાંડવાનો ધંધો (૩) સ્કૂટર વગેરે વેચવા (૪) ટ્રાન્સપોર્ટનો ધંધો (૫) વાવ-કુવા ખોદાવવાનો ધંધો (૬) મકાનો બનાવવા (૭) હાથીદાંત વગેરેનો વેપાર કરવો (૮) વગેરે વેચવાનો ધંધો (૯) મઘનો ધંધો (૧૦) ઈટો પડાવવી (૧૧) બગીચા બનાવવા (૧૨) ભાડે ગાડી-રીક્ષા વગેરે ફેરવવા (૧૩) સોનાચાંદી-કોસલા વગેરેની ખાણો ખોદાવવી (૧૪) સાબુ વેચવાનો વેપાર (૧૫) બીડી-સિગારેટતમાકુ વગેરેનો ધંધો (૧૬) ઘી-તેલ વગેરેનો વેપાર (૧૭) પશુઓનો વેપાર (૧૮) મુરબ્બા, રસોડાનું તત્ત્વજ્ઞાન - ૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134