________________
કંટ્રોલ અત્યંત હિંસક ઉપાય છે. જ પ્લાસ્ટિકની થેલી વગેરેનો ઉપયોગ બંધ કરવા જેવો છે. તે જ્યાં-ત્યાં ફેંકો નહીં, કેમકે ગાય વગેરે ખાઈ જાય છે. તેથી પશુને રીબાઈ રીબાઈને મરવું પડે છે. જ સ્ટેપલરનો વપરાશ બંધ કરવા જેવો છે. સ્ટેપલર લગાડેલ કાગળો ગાય વગેરે ખાઈ જાય છે, ત્યારે તેના માટે જોખમ વધી જાય છે. જ આખા ગંઠોડામાં પુષ્કળ જીવાતની સંભાવના છે, તેથી તેનો પાવડર બનતાં તે જીવાતો પણ કૂટાયેલી હોય તે સંભવિત છે. માટે આખા ગંઠોડા લાવી, જયણાપૂર્વક જોઈને ઘેર ફૂટવાથી તે વિરાધનાથી બચાય છે. આખી સુંઠ, હળદરમાં પણ ધનેરાની સંભાવના છે. જ ચોમાસામાં ટ્યૂબલાઈટ ઉપર પુષ્કળ જીવડાંઓ થાય છે. ટ્યૂબલાઈટની લાકડી સાથે લીંબડાના પાંદડાની નાની ડાળખી બાંધી દેવાથી તે જીવડાઓ થતાં નથી.
-: સ્વાધ્યાય :પ્ર-૧ : ખાલી જગ્યા પૂરો. (૧) પરવાળા........ જીવભેદ છે. (આ રીતે કોઈ પણ પૂછી શકાય.) (૨) પોતાની મરજી મુજબ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે......જીવભેદ અને ન જઈ શકે છે....... જીવભેદ કહેવાય. (૩) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના નાનામાં નાના ભાગમાં તેના...... શરીરો અને....... જીવો હોય છે. પ્ર-૨ : ટુંકમાં જવાબ લખો. (૧) છ પ્રકારના જીવોના નામ લખો. (૨) પૃથ્વીકાયની વ્યાખ્યાલખો. (આ રીતે કોઈપણ પૂછી શકાય.) (૩) કીડીની હિંસાથી બચવા શું કરવું જોઈએ? (આ રીતે કોઈ પણ પ્રશ્નો પૂછી શકાય.) પ્ર-૩ : મુદ્દાસર જવાબ આપો. (૧) જેબૂદ્વીપના પ્રમાણની કલ્પનાથી પૃથ્વી વગેરેમાં જે જીવો હોય તે સમજાવો. (૨) સંસાર એ હિંસાની ખાણ છે. કઈ રીતે? સમજાવો. બધી હિંસાથી બચવાનો ઉપાય શું?
–૪-૪-૪
Jain Education International
For Private & Personal Use Only
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૫૯
www.jainelibrary.org