Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 62
________________ પાઠ-૮ : સચિત્ત-અચિત્ત જેમાં જીવ હોય તે સચિત કહેવાય અને જેમાં જીવન હોય તે અચિત્ત કહેવાય. ઘઉં, બાજરી વગેરે આટો થવાથી, શેકવાકે રાંધવાથી અચિત્ત બને છે. ઘાણા, જીરૂ, સુવા, અજમો વગેરે ખાંડવાથી કે અગ્નિનું શસ્ત્ર લાગવાથી અચિત્ત બને છે. વરીયાળી સુકી હોય તો તે પણ શેકવાથી અચિત્ત બને છે. ચોક-ખડી પાણીમાં ઉકાળી સુકવાથી અચિત્ત બને છે. લીલા દાંતણ સુકાં થવાથી અચિત્ત બને છે. લીંબડાના પાન કઢીમાં રંધાયા હોય તો અચિત્ત બને છે. તુલસી વગેરેના પાન ગરમ ઉકાળા વગેરેમાં બાફવાથી અચિત્ત બને છે. કોથમીરની ચટણી કે ફોદીનાની ચટણીમાં મીઠું સચિત્ત હોય તો પણ બને ખૂબ ઘુંટાયાથી પરસ્પર શસ્ત્ર બનીને બન્ને ય બે ઘડી પછી અચિત્ત બને છે. (બે ઘડી = ૪૮ મિનિટ). દાડમનો રસ અને શેરડીનો રસ, રસ કાઢયા પછી બે ઘડીએ અચિત્ત બને છે. આમાં શેરડીનો રસ રસ કાઢચાથી બે પ્રહર પછી અભક્ષ્ય થાય છે. વર્ષીતપના પારણે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. કેરીનો રસ ગોટલો જુદો પડયા પછી બે ઘડીએ અચિત્ત બને છે. જાંબુ, રાયણ, બોર, લીલી બદામ, લીલી દ્રાક્ષ, જરદાળ વગેરે ઠળીયા કાઢયા પછી બે ઘડી બાદ અચિત્ત થાય છે. પાકાસર્વ ફળો જેવાં કે ચીભડાં, સકરટેટી, પપૈયું, સફરજન, મોસંબી, ચીકુ, નારંગી વગેરે બધા બી કાઢયા પછી બે ઘડી બાદ અચિત્ત થાય છે. પાકી આંબલી, ખારેક, ખજૂર, કાળી દ્રાક્ષ, રાતી દ્રાક્ષ વગેરે બી કાઢયા પછી બે ઘડી બાદ અચિત્ત થાય છે. બદામ, અખરોટ મીંજ કાઢ્યા પછી બે ઘડી પછી અચિત્ત થાય છે. સોપારી ભાગ્યા પછી બે ઘડી બાદ અચિત્ત બને છે. ગુંદર ઝાડ ઉપરથી ઉતાર્યા પછી બે ઘડી બાદ અચિત્ત બને છે. પાકા કેળા ઉમથી જુદા પડયા પછી અચિત્ત બને છે. શ્રીફળ (નાળિયેર)નું પાણી અને ટોપરું બી કાઢયા પછી અચિત્ત બને છે. અલબત્ત નાળિયેરથી તેનું પાણી કે ટોપરૂં છૂટું પાડયા પછી બે ઘડી બાદ અચિત્ત ગણાય. - કાચાલીલા ફળો (કાકડી, કાચી કેરી, જામફળ વગેરે) માંથી બીજ કાઢી નાખવા રસોડાનું તત્ત્વજ્ઞાન - ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134