________________
વગેરે). અહીં બટાટા, ડુંગળી, લસણ, ગાજર, શક્કરીયા, લીલું આદુ વગેરેને પણ નરકનું દ્વાર કહ્યું છે.
માર્કન્ડેય પુરાણમાં માર્કન્ડેય ઋષિએ સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું તે લોહી પીવા બરાબર અને ભોજન કરવું તે માંસ ખાવા બરાબર કહ્યું છે.
યોગવાશિષ્ઠ પૂર્વાર્ધ શ્લોક ૧૦૮ માં લખ્યું છે કે, “હે સૂર્ય! તારાથી આ સઘળું જગત વ્યાપ્ત છે. અને ત્રણે જગતને તું ધ્યાન કરવા યોગ્ય છે. માટે હે દેવ ! તારા અસ્ત થયા પછી પાણી પણ લોહી બરાબર થાય છે.'
મહાભારતમાં કહ્યું છે કે, “જેઓ માંસ, મદિરા, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે, તેઓના આચરેલા તપ-જપ નિષ્ફળ જાય છે.”
સ્કંદપુરાણ (સ્કંધ-૭, અ. ૧૧, શ્લો. ૨૩૫) માં કહ્યું છે કે, “જે આત્મા રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે આ ભવ અને પરભવમાં સર્વ મનોરથોને પામે છે.'
ઋષીશ્વર ભારત-વૈદકદર્શનમાં કહ્યું છે કે, “જે માનવ હંમેશા એકવાર ભોજન કરે છે, તે અગ્નિહોત્રના ફળને પામે છે અને જે માનવ હંમેશા સૂર્યાસ્ત પૂર્વે જ ભોજન કરે છે, તેને તીર્થયાત્રાનું ફળ ઘેર બેઠા મળે છે.”
મહાભારતમાં કહ્યું છે કે, “જે રાત્રિભોજન કરે છે તેના પાપની શુદ્ધિ સેંકડો ચાન્દ્રાયણતપથી પણ થતી નથી.”
આમ અજૈન ધર્મગ્રન્થો પણ રાત્રિભોજનનો નિષેધ કરે છે. તો જૈનધર્મને સમજનારા જૈનોથી તો કઈ રીતે રાત્રિભોજન કરાય?
દૃનામ-પા-સંવેદ, ચરોવિરપાયેd | अतो नक्तं न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥३/६०॥
શરીરમાં હૃદયકમળ (નીચા મુખવાળું) અને નાભિકમળ (ઉંચા મુખવાળું) હોય છે. એ બને કમળ સૂર્યના આથમી જવાથી સંકોચાઈ જાય છે. તેથી તથા રાત્રે ખાવામાં સૂક્ષ્મજીવોની હિંસા થતી હોવાથી રાત્રિભોજન ન કરવું.”
રાત્રે ખાવાથી સેંકડો જંતુઓની હિંસા થવાથી રાત્રિભોજન મોટો અધર્મ તો બને જ છે, પણ સાથે સાથે રાત્રિભોજન આરોગ્યને પણ મોટું નુકશાન કરે છે. રાત્રે હૃદય અને નાભિ સંકોચાઈ જવાથી તથા જઠરાગ્નિ મંદ પડવાથી રાત્રે પેટમાં પધરાવેલ ખોરાક બરાબર પચતો નથી. તેથી કબજિયાત, અજીર્ણ વગેરે પેટના દર્દો થાય છે. લોહીનું ભ્રમણ બરાબર થતું નથી. કયારેક વાયુની ભીંસ વધવાથી હાર્ટએટેકના દર્દીઓ માટે જોખમરૂપ બને છે. ખોરાકનું પાચન બરાબર ન થવાથી પ્રમાદ, બેચેની, જડતા, શરીર
Jain Education International
For Private & Personal Use Only
વિજ્ઞાન - ૫ www.jainelibrary.org