________________
દૃઢ નિશ્ચય સાથે છોડી દેવું જોઈએ. જો તમારી પાસે સંકલ્પ બળ આવી જાય તો રાત્રિભોજનનો ત્યાગ કરવો કઠણ નથી. ટ્રસ્ટીઓએ તેમજ સંઘના અગ્રણીઓએ પણ રાત્રિભોજનના ત્યાગી બનવું જોઈએ, એટલું જ નહીં સંઘના-ધર્મના કાર્યક્રમો-પ્રસંગોમાં કયાંય રાત્રિભોજન ન થાય તેની કાળજી કરવી જોઈએ.
હંસ અને કેશવ નામના બે અર્જન ભાઈઓએ રાત્રિભોજન ઉપરનું જૈન સાધુનું પ્રવચન સાંભળીને જીવનભર માટે રાત્રિભોજનનો ત્યાગ કરી દીધો. પણ માતા-પિતા અનુકૂળ ન બન્યા. પ્રતિજ્ઞા તોડાવી નખાવવા માટે માતા-પિતાએ તેમને થોડા દિવસ ભૂખ્યા રાખ્યા, પરંતુ બન્ને મક્કમ રહ્યા. છેવટે પિતાએ ક્રોધમાં આવીને ખૂબ મારપીટ કરી. તેમાં એક ભાઈએ રાત્રિભોજન કરવાનું સ્વીકારી લીધું, જ્યારે બીજો ઘર છોડીને નીકળી ગયો. રાત્રિભોજનના ત્યાગની દૃઢતાના પરિણામે બીજાના શરીરના સ્નાનજળમાં એવી શક્તિ પેદા થઈ કે તે જેની ઉપર છાંટવામાં આવે તેના રોગ ખલાસ થઈ જાય. વળી પુણ્ય વધતાં તે એ જ ભવમાં રાજા બન્યો.
રાત્રિભોજન મોટું પાપ, નરકનું એ પહેલું દ્વાર; નરકનું એ પહેલું કાર, કદી નહીં કરું એ મોટું પાપ.
પચ્ચક્ખાણ રાત્રિભોજનનો ત્યાગ કરનારે સાંજે સૂર્યાસ્ત પછી ભોજન ન લેવું. તેઓએ સાંજે સૂર્યાસ્ત પહેલા નીચે મુજબ પ્રતિજ્ઞા (પચ્ચકખાણ) લેવું. દિવસ ચરિમં પચ્ચકખાઈ (પચ્ચકખામિ) ચઉવિડંપિ આહારં, તિવિડંપિ આહારં, વિડંપિ આહાર અસણં પાણ ખાઈમં સાઈમં અન્નત્થણાભોગેણં, સહસા-ગારેણં, મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયા-ગારેણં વોસિરાઈ (વોસિરામિ).
| (ચઉવિહાર કરનારને રાત્રે પાણીનો ત્યાગ છે. તિવિહાર કરનારને ફક્ત સાદા પાણીની છૂટ મળે છે. તે પણ ખુલ્લામાં ન પીવાય. વળી બેસીને મૂઠી વાળીને એક કે ત્રણ નવકાર ગણીને પીવું. પાણી પી લીધા પછી હાથ જોડી એક નવકાર ગણવો. ફ્રીજનું પાણી, બરફનું પાણી, અળગણ પાણી તેમજ ઠંડા પીણા વગેરે ન પીવાય. દુવિહાર કરનાર રાત્રે બેસીને મૂઠી વાળીને નવકાર ગણીને દવા અને પાણી-એ બે લઈ શકે છે. જો કે બને ત્યાં સુધી તો સાંજે સૂર્યાસ્ત પહેલા જ દવા લઈ લેવી. વૈદ્ય કે ડૉકટર રાત્રે દવા લેવાનું કહે, ત્યારે સાંજે સૂર્યાસ્ત પહેલા તે દવા લેવામાં વાંધો નથી. સાધુઓ તેમજ કરે છે, કેમકે જૈન સાધુઓ રાત્રે ભોજન કે પાણી પણ લેતા નથી.)
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org