________________
INDS
'પાઠ - પ : અનંતકાયનો ત્યાગ કરો
સાધારણ વનસ્પતિકાય સિવાયના તમામ જીવભેદોનાં એક શરીરમાં એક જ જીવ હોય છે, જ્યારે સાધારણ વનસ્પતિમાં એક શરીરમાં અનંતા જીવો હોય છે. તેથી તેને અનંતકાય પણ કહેવામાં આવે છે. અનંતા જીવો વચ્ચે એક જ (સાધારણ) શરીર હોવાથી તથા તેમનું આહારગ્રહણ, શ્વાસોચ્છવાસ વગેરે એક સાથે જ થતાં હોવાથી તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. વળી તેને નિગોદ પણ કહેવામાં આવે છે. આમ અનંતકાય, સાધારણ વનસ્પતિ કે નિગોદ એ પર્યાયવાચી શબ્દો છે.
લોકમાં નિગોદના (સૂક્ષ્મ કે બાદર નિગોદના) અસંખ્યાત ગોળા છે. દરેક ગોળામાં અસંખ્યાત નિગોદો (સાધારણ વનસ્પતિના શરીરો) છે. તે દરેક શરીરમાં અનંત-અનંત જીવો હોય છે. સોયની અણી જેટલો સાધારણ વનસ્પતિનો (જેમકે બટાટાનો) કણિયો લેવામાં આવે તો તેમાં પણ નિગોદના અસંખ્ય ગોળા હોય છે, તેના દરેક ગોળામાં અસંખ્ય નિગોદો (શરીરો) હોય છે. અને તે દરેક નિગોદમાં (શરીરમાં) અનંત-અનંત જીવો હોય છે.
અનંતા જીવો મુક્તિપદને પામેલા છે, પણ તેવા અનંતા મુકતાત્માઓ કરતાં પણ સાધારણ વનસ્પતિના એક જ શરીરમાં રહેલાં જીવો અનંતગુણા છે. દર છ મહિને ઓછામાં ઓછો એક આત્મા તો મોક્ષમાં જાય જ છે... અનંતકાળ પસાર થયા પછી બીજા અનંત આત્માઓ મોક્ષમાં જવાના, ત્યારે પણ નિગોદના એક શરીરમાં રહેલા જીવો મુક્તાત્માઓની સંખ્યા કરતાં અનંતગુણા જ હોવાના.
ભૂતકાળમાં ગયેલાં, વર્તમાનમાં જતાં અને ભવિષ્યમાં જનારાં તમામ મોક્ષના જીવોની સંખ્યા તથા સાધારણ વનસ્પતિ સિવાયની તમામ જીવરાશિનો સરવાળો કરવામાં આવે તો પણ નિગોદના એક શરીરમાં રહેલાં જીવોની સંખ્યા તે બધા કરતા અનંતગુણી જ છે.
આંખના એક જ પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. અનાદિ ભૂતકાળ, એક સમયનો વર્તમાનકાળ અને અનંત ભવિષ્યકાળના બધા જ સમયોના સરવાળાં કરતાં ય એક નિગોદના જીવો અનંતગુણા છે.
એકદમ જાડી ભાષામાં વાત વિચારીએ-મોક્ષના આત્માઓની સંખ્યા + દુનિયાના તમામ દેવો, નારકો અને માનવોની સંખ્યા + તમામ પશુઓની સંખ્યા + તમામ કીડી, મચ્છર આદિ જીવજંતુઓની સંખ્યા + તમામ રેતીના કણકણની સંખ્યા
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org