________________
અગાઉ જણાવી દીધી છે. આવી વનસ્પતિની નસો, પત્રની મુખ્ય નસ અને પર્વો (ગાંઠો) ગુપ્ત જ હોય છે.
* પ્રત્યેક વનસ્પતિકાય સામાન્ય રીતે સ્થાનભ્રષ્ટ થયા પછી જલદી સૂકાઈ જાય છે, જ્યારે સાધારણ વનસ્પતિકાય સામાન્ય રીતે સ્થાનભ્રષ્ટ થયા પછી ઘણાં કાળે સૂકાતી હોય છે.
-: સ્વાદળાય :પ્ર-૧ : ખાલી જગ્યા પૂરો. (૧)...... જીવભેદના એક શરીરમાં અનંતા જીવો હોય છે. (૨).......... સિવાયના તમામ જીવભેદોના એક શરીરમાં...... જીવ હોય છે. (૩) સાઘારણ વનસ્પતિના એક શરીરમાં .. જીવો હોવાથી તે ........ કહેવાય છે. (૪) લોકમાં નિગોદના...... ગોળા છે. (૫) નિગોદના એક ગોળામાં...... નિગોદ હોય છે. (૬) બીજનબંધાયેલ કોમળ આંબલી........ છે. (૭) દરેક વનસ્પતિ ઉત્પન્ન થાય ત્યારે...... જ હોય છે. પ્ર-૨ : ટુંકમાં જવાબ લખો. (૧) અનંતકાય સાઘારણ વનસ્પતિ કહેવાય છે-કેમ? (૨) સાધારણ વનસ્પતિના પર્યાયવાચી શબ્દો લખો. (૩) આખા વિશ્વમાં, બટાટામાં કે બટાટાનાનાના કણિયા જેટલા ભાગમાં નિગોદના કેટલા ગોળા, શરીર અને જીવો હોય છે? (૪) નિગોદના એક શરીરમાં કેટલા જીવો છે? (મુક્તાત્માઓની અપેક્ષાએ સમજાવો.) (૫) નિગોદના એક શરીરમાં કેટલા જીવો છે? (જીવરાશિની અપેક્ષાએ તથા સમયની અપેક્ષાએ સમજાવો.) (૬) મૂળાના પાંચેય અંગો શા માટે અભક્ષ્ય છે? (૭) વૈજ્ઞાનિકોના કયા સિદ્ધાંતથી કયા બે પાપો સિદ્ધ થાય છે? (૮) આર્ટકત્રિકના નામ લખો. (૯) સૂંઠની જેમ બટાટાનું શાક કેમ ન વપરાય? પ્ર-૨ : મુદ્દાસર જવાબ લખો. (૧) ફૂગ એ શું છે? તેની રક્ષા માટે શું શું કાળજી લેશો? (૨) બટાટા વગેરે તથા લીલ, સેવાળ વગેરે સાધારણ વનસ્પતિની હિંસા કરવી જોઈએ નહિ. (૨) નીલ-ફૂગની હિંસા અને બચવાના ઉપાયો. (૩) કોઈપણ પાંચ સાધારણ વનસ્પતિ ઓળખાવો. (૪) સાધારણ વનસ્પતિને ઓળખવાના લક્ષણો લખો.
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૩૬ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International