________________
નાખે છે અને વઘારમાં મેથી વાપરતાં નથી. બાજરી, ચોખા કે ઘઉંના લોટની બનાવટ ચાલી શકે. આ બધી બાબતમાં બનાવનાર વગેરેની ખૂબ ઝીણવટભરી સમજ અને કાળજી હોવી જરૂરી છે. જમણવાર વગેરેમાં પણ છેલ્લે દ્વિદળ થાય તેવા એંઠા વાસણ-પાણી વગેરે ભેગા થાય તો પણ અસંખ્ય બેઈન્દ્રિય જીવોનો
સંહાર થાય. ૧૦) ખાટાં ઢોકળા બનાવવા કઠોળનો આટો છાશમાં પલાળવામાં આવે છે. આ છાશ
આટા સાથે મીક્ષ કરતાં પહેલાં એકદમ ગરમ કરેલી હોવી જોઈએ. ૧૧) દહીંવડા ચણાના લોટથી બને છે, તે દ્વિદળ (કઠોળ) છે. તેની સાથે કાચુ કે સામાન્ય
ગરમ કરેલ દહીં વાપરી શકાય નહીં. દહીં એકદમ ગરમ કરેલ હોવું જોઈએ. ૧૨) રાયતું કે ચટણી બનાવતાં પણ દ્વિદળનો વિચાર કરવો. દહીંને એકદમ ગરમ
કરેલ હોય તો કઠોળ સાથે મીક્ષ કરવામાં વાંધો નહીં. ૧૩) સેવ, ગાંઠીયા, ચણાની પુરી, ગવારફળીની તળેલી શીંગો વગેરે કઠોળમાંથી . બનાવેલી ચીજો કાચા દૂધ, દહીં, છાશ સાથે વપરાય નહીં. ૧૪) કયારેક રાંધેલા ભાતમાંથી તુવેર, અડદ વગેરેનો દાણો નીકળે છે. આવા ભાત
સાથે છાશ વગેરે મીક્ષ ન થાય. ૧૫) બજારના રસ વાસી હોય અથવા વાસી રસ ભેળવેલ હોય તેવી સંભાવના છે,
તેથી અભક્ષ્ય છે. વળી આ રસમાં કાચુ દૂધ ભેળવેલું હોય છે, માટે તે કઠોળ સાથે વાપરવાથી દ્વિદળ થાય છે. ઘરમાં પણ કેરીના રસ સાથે કાચુ દૂધ ભેળવવું
નહીં. ૧૬) ચણા વગેરેનો લોટ ચાળવાની ચાળણી જુદી રાખવી, જો તે જ ચાળણીથી ઘઉં
વગેરેનો લોટ ચાળવામાં આવે, તો તેની બનાવટ દહીં વગેરે સાથે ન વપરાય. ૧૭) સેવ-ભજીયા જે તેલમાં તળાયાં હોય તે તેલથી શાક વઘારાય કે ખાખરા
રોટલીમાં મોણ નખાય તો તે શાક, ખાખરા, રોટલી સાથે કાચા દહીં, છાશ ન વપરાય. દ્વિદળનો દોષ લાગે.
ટુંકમાં-કાચા દૂધ, દહીં કે છાશ અથવા તો જેમાં કાચા દૂધ, દહીં, છાશ છે તેવી શીખંડ વગેરે ચીજો વાપરતી વખતે કઠોળ કે કઠોળની બનાવટવાળી કોઈપણ વસ્તુ વપરાય નહીં, ચૂલે બનાવતાં કે ભોજન કરી લીધા પછી વાસણ લૂંછવા-ધોવા વગેરે વખતે પણ આ કાળજી લેવી.
તત્વજ્ઞાન - ૧ ૪ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only