________________
કરવી. જરૂર પડે તડકામાં ખુલ્લી પણ મૂકવી. અંદર કયાંય પણ પાણીનો અંશ પણ રહેવો જોઈએ નહીં. નહીં તો તેમાં ભરેલા અથાણાં વગેરે બગડી જતાં કે નીલ-ફગથતાં વાર લાગશે નહીં. (V) અથાણાં વગેરે હાથથી બહાર કાઢવા નહીં. એકદમકોરા ચમચા વગેરે સાધનથી બહાર કાઢવા. કાઢતી વખતે પણ પાણીનો અંશ પણ અંદર દાખલ ન થઈ જાય તેની સંભાળ લેવી. અથાણું નોકર-ચાકર કે બાળકો પાસે કઢાવવું નહીં. ઉપયોગવાળી
વ્યક્તિએ જાતે જ કાઢવું. (vi) જરૂર પડે તેટલું અથાણું વગેરે કાઢીને તુરત જ બરણી બંધ કરી દેવી ખુલ્લી મુકી રાખવી નહીં. (ii) બરણી ઉપરનું ઢાંકણ સખત હોવું જોઈએ. પોલું ન ચાલે. વળી ઢાંકણ બંધ કર્યા પછી તે ઢાંકણ કપડાથી મજબૂત રીતે બાંધવું. ટુંકમાં હવાનો પ્રવેશ થવો જોઈએ નહીં. જો ભેજવાળી હવા અંદર પ્રવેશી જાય તો અથાણું બગડી જાય. નીલફુગ થઈ જાય. (vii) અથાણાં વગેરે માટે ખૂબ ઝીણવટભરી કાળજી લેવી પડે તેમ છે. કયાંય પણ અજાણે પણ ભૂલ થઈ જાય તો મોટી વિરાધના ઊભી થાય છે, માટે મનને મનાવીને અથાણાંનો ત્યાગ જ કરી દેવો શ્રેષ્ઠ છે. છેવટે બને ત્યાં સુધી ઝટ-ઝટ પતાવી દેવા. વરસ-વરસ સુધી રાખવા નહીં. ચાતુર્માસમાં તો ખાસ તેનો ત્યાગ કરી દેવો. અને ચાતુર્માસ પહેલા તે વાપરી નાખવા. (ix) મેથીવાળું અથાણું બીજે દિવસે અભક્ષ્ય બને છે અને દહીં સાથે વપરાઈ જાય તો દ્વિદળ થાય છે. માટે મેથીનો ઉપયોગ કરવો જ નહીં તેના સ્થાને જીરૂ વાપરવાથી કામ ચાલી જાય છે. (x) બરણી ઉપર કીડી, મંકોડા વગેરે ન ચડે તેની સંભાળ લેવી. બરણી યોગ્ય
સ્થાને રાખવી. અંધારામાં ન મૂકવી. અથાણું વગેરે લેતાં મૂકતાં નીચે છાંટો ન પડી જાય તેની સંભાળ લેવી. જો છાંટો પડી જાય તો ત્યાં માખી, કીડી વગેરે ભેગા થઈ જવાનો સંભવ છે. તેથી વિરાધના થાય. (xi) બજારૂ અથાણાં વગેરેમાં ઉપર મુજબની કોઈ જ કાળજી લેવાતી હોતી નથી માટે તે અભક્ષ્ય છે. વળી બજારના અથાણાંમાં તે બગડે નહીં તે માટે રસાયણો ભેળવવામાં
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org