SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ-૧: રાત્રિભોજન મહાપાપ રાત્રિભોજન એ સામાન્ય પાપ નથી. એ મહાપાપ છે. રાત્રિભોજનથી આત્માને તો નુકશાન થાય જ છે, સાથે સાથે મન ઉપર અને શરીરના આરોગ્ય ઉપર પણ તેની ઘેરી અસર પડે છે. જૈન ધર્મગ્રન્થોમાં તો રાત્રિભોજનના આ ભવના અને પરભવના વિપાકો (ફળો) બતાવ્યા જ છે, પરંતુ અજૈન ધર્મગ્રન્થોમાં પણ રાત્રિભોજનનો નિષેધ કરવામાં આવ્યો છે. આજનું વિજ્ઞાન પણ “રાત્રિભોજન આરોગ્યને હાનિકર્તા છે.” એવું બોલતું થઈ ગયું છે. આજે જૈનોના પણ મોટા ભાગના ઘરોમાં રાત્રિ-ભોજન સામાન્ય બની ગયું છે. રાત્રે હોટલો અને લારીઓ ઉપર ખાવા માટે માણસો માખીઓની જેમ ઉમટી પડે છે. વર્તમાન જગત રાત્રિભોજનની ભયાનકતા વિષે બેજવાબ-દાર બન્યું છે. રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે વનવાસ ભોગવતાં હતા, ત્યારે પણ તેઓ કદાપિ રાત્રિભોજન કરતાં ન હતા. ભૂખને સહી લેવી સારી, મોતને ભેટવું સારું, પણ રાત્રિભોજન કરીને ભૂખ શમાવવી તે સારું નહીં. વનવાસ દરમ્યાન લક્ષ્મણના લગ્ન કૂબરનગરના રાજા મહીધરની રાજકુમારી વનમાલા સાથે થયા. લગ્ન પછી થોડા દિવસ રાજા મહીધરને ત્યાં રોકાઈ રામ વગેરેં પાછા વન તરફ જવા તૈયાર થયા, ત્યારે વનમાલાએ પણ જંગલમાં સાથે આવવાનો આગ્રહ કર્યો. લક્ષ્મણે કહ્યું, “જંગલમાં એક સીતાભાભીને સાચવવા મુશ્કેલ પડે છે તો તમને પણ સાથે કઈ રીતે લેવા ? માટે તમારે આવવાનું નથી.” તે વખતે વનમાલાએ કહ્યું, “તમે પરાક્રમી રાજકુમાર છો. તમે અનેક રાણીઓ કરશો. તે વખતે મને ભૂલી જાઓ તો મારું શું ?” લક્ષ્મણે કહ્યું, “વનવાસ પૂર્ણ થયા પછી હું તમને તુરત જ અયોધ્યા તેડાવી લઈશ.” વનમાલાએ પૂછયું, “શું ખાત્રી ? તમે મને ભૂલી જાઓ તો ?” લક્ષ્મણે કહ્યું, “નહીં ભૂલુ અને જો ભૂલુ તો મને હત્યાનું પાપ લાગે. હત્યા કરનારની જે ગતિ થાય તે મારી ગતિ થાય. બસ ! હવે વિશ્વાસ રાખો.” પણ વનમાલાને સંતોષ ન થયો. તેણે કહ્યું, “રાત્રિભોજન કરનારની ગતિના સોગન ખાઓ તો જ મને સંતોષ થાય. "" Jain Education International For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન - ૨ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy