SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મણ થોડા હચમચી ગયા. પણ છેવટે વનમાલાને વિશ્વાસ આપવા સોગન લીધા કે, “જો તને વનવાસ પછી ઝટ અયોધ્યા ન તેડાવું તો રાત્રિભોજન કરનારની જે ગતિ થાય તે મારી ગતિ થાય. 35 રામ, લક્ષ્મણ અને સીતાને જૈન-અજૈન તમામ હિન્દુ પ્રજા માને છે. ઉપરના પ્રસંગ ઉપરથી ફલિત થાય છે કે રાત્રિભોજન ઘણું ભયાનક કોટિનું પાપ છે. માટે સૌએ રાત્રિભોજનનો સદંતર ત્યાગ કરવો જ જોઈએ. કમસેકમ સૂર્યનો અસ્ત થયા પછી ન છૂટકે પાણી સિવાયનું તમામ (ભોજન) ત્યાગી દેવું જોઈએ. શકય બને તો પાણીનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. જ્ઞાની પુરુષોએ રાત્રિભોજનને તિર્યંચ અને નરકનું આશ્રવદ્વાર કહ્યું છે. નરકમાં ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. તેથી વધીને લાખ વર્ષ, ૫૦ લાખ વર્ષ, કરોડો વર્ષ, અબજોના અબજો (અસંખ્ય) વર્ષ સુધીના પણ આયુષ્ય હોય છે. રાત્રિભોજન કરવાથી મોટા ભાગના માણસો નરકને ધામ પહોંચી જતા હોય છે. માની લો કે રાત્રિભોજન કરવાથી આપણે લાખો વર્ષના આયુષ્ય સાથે આવતાં જ ભવમાં નરકમાં પહોંચી ગયા તો શું ? ત્યાં દુઃખો કેટલા ભયાનક ? પરમાધામી (રાક્ષસી દેવો) તરફનો ત્રાસ કેટલો ભયંકર ! તે કરતાં આ ભવમાં રાત્રિભોજનનો ત્યાગ કરી ભૂખનું દુઃખ સહન કરી લેવું શું ખોટું ? જે માણસો કદાચ નરકથી બચી જાય તો તેઓ તિર્યંચગતિમાં ઘુવડ, કાગડા વગેરેના અવતાર પામે છે. આ માટે યોગશાસ્ત્રમાં એક શ્લોક આપવામાં આવ્યો છે. ઉર્દૂ-જાળ-માર, ધ્ર-શમ્ન{-[T: I અહિ-વૃશિ-ગોધાશ, નાયન્તે રાત્રિભોજ્ઞનાત્ ॥રૂ।।દ્દા ‘રાત્રિભોજન કરવાથી ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, સાબર, ભૂંડ, સાપ, વીંછી, ઘો વગેરે અવતારો મળે છે.’ - કેવી ભયંકર બાબત ! રાત્રિભોજન કરીને બીજા જ ભવે કાગડો કે ગીધડો બનીને ગાય, કૂતરા વગેરેના ગંધાઈ ઉઠેલા મડદામાં ચાંચો મારીને મિજબાની ઉડાડવાની; ભૂંડ બનીને વિષ્ઠા ખાવાની; સાપ બનીને દેડકા ખાવાના; ગરોળી બનીને રાત્રે લાઈટ પાસે સેંકડો જીવાતો ખાવાની; અને તો ય પેટ તો ન જ ભરાય ! રાત્રિભોજનથી કૂતરા, ગધેડા, ગાય, ભેંસ, મચ્છર, વાઘ, સિંહ વગેરેના પણ અવતારો મળે છે. કદાચિત માણસ તરીકેનો ભવ મળી જાય તો પણ જ્યાં ભયાનક ગરીબાઈ હોય; બાપ અને મા અત્યંત ક્રોધી હોય; શરીર રોગોથી ઘેરાયેલું હોય એવો દુઃખમય અવતાર મળે. ભીખ Jain Education International For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન - દ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy