________________
ગેડવાડ
પ્રતિમાઓ ભરાવનારા કેટલાયે મંત્રીઓ, ભાંડાગારિકે, દાણિકે, સાંધિવિગ્રહિક આદિના શિલાલેખીય પ્રમાણેથી માલમ પડે છે કે, જેને પહેલાં રાજકીય ક્ષેત્રમાં પણ પૂરેપૂરે ભાગ લેતા હતા, અને આ પ્રદેશના યશવીર અને મંડન જેવા મંત્રીવીએ તે સાહિત્યના નિપુણ પંડિત તરીકે પણ પ્રસિદ્ધિ મેળવી હતી.
આ રીતે જૈનોએ રાજકારણ, અર્થકારણ અને સમાજમાં પિતાના સામર્થ્ય અને બુદ્ધિતેજનાં કિરણેને પ્રખર તાપ ફેલાવી દીધું હતું. જાણે એમના મધ્યાહ્નની ઝાંખી કરાવતા આ પ્રદેશમાં એક તરફ જૈનાચાર્યોએ સંસ્કાર અને સાહિત્યની ધારાઓ વહેતી કરી ત્યાં બીજી તરફથી જેન ગૃહસ્થાએ સંપત્તિને સતત ધોધ વહેતે કર્યો હતો. આમ સંસ્કાર, સાહિત્ય અને સંપત્તિના ત્રિવેણી સંગમ પર જેનેએ પિતાના ભક્તિ અને કળાપ્રેમથી જ્યાં ત્યાં દેવમંદિરની શિખરમાળાઓ ઊભી કરી દીધી. પરિણામે જેનની ઓછી વસ્તીવાળું ગામડું પણ એકાદ જૈનમંદિરથી નગરની શોભા ધારણ કરતું હોય એમ લાગતું.
એક વેળા અહેનિશ ગૂંજતા સાત્વિકતા અને સંયમની સુવાસથી મહેકતાં કેટલાંક સ્થળે એસિયા, સાચેર, મંડેર, બાડમેર, હથુંડી, હમીરગઢ, મુંડળ વગેરે પવિત્ર સંસ્કારધામમાં તે આજે જાણે પ્રાણ ઊડી ગયા હોય અને અસ્થિપિંજર જેવા છૂટાછવાયા ઈટો અને પથ્થરના ગંજ ખડકાયા હોય એવી કરુણ સ્થિતિ ભાસે છે.
જે ગામમાં એક પણ જૈન મંદિર હોય ત્યાં એના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org