________________
રાણકપુરની પંચતીર્થી વસ્તીથી શોભતાં ભિન્નમાલ અને જાલેર જેવાં નગરમાં જૈન મંદિરે પિતાની વિજયપતાકા ફરકાવી રહ્યાં હતાં એવું પ્રમાણ કુવલયમાલા”ની પ્રશસ્તિમાંથી ફલિત થાય છે. પીંડવાડાના મંદિરમાં રહેલી સં. ૭૪૪ ની જેને પ્રતિમા અને બીજી પ્રતિમાઓ પણ–અહીંના જૈન મંદિરની પૂર્વકાલીન સ્થિતિનું સૂચન આપી રહ્યાં છે.
આનું કારણ તે એ જ છે કે, એક કાળે અનેક પ્રભાવક જૈનાચાર્યો આ ભૂમિમાં વિહરતા હતા અને મોટા રાજવીઓને પણ પ્રતિબંધ પમાડતા હતા. તેમના ઉપદેશથી મેટી સંખ્યામાં અહીંના ક્ષત્રિય અને બ્રાહ્મણેએ જૈનધર્મ સ્વીકારી લઈ જૈનત્વને વિજયવાવટો ફરકાવ્યું હતું. ભિન્નમાલ (શ્રીમાલ) અને એસિયા એનાં કેન્દ્રસ્થળે હતાં જેમાંથી શ્રીમાલ, પિરવાડ અને ઓશવાલ જેવી જ્ઞાતિઓને જન્મ થયે હતે. એને વિસ્તાર ધીમે ધીમે એટલે વધવા લાગ્યું કે, ગુજરાતના ચાવડા અને સોલંકી રાજાઓના સમયમાં તે એ જ્ઞાતિઓ ગુજરાત, મારવાડ, મેવાડ વગેરેના ખૂણેખૂણામાં વ્યાપ્ત બની ગઈ
દશમા–અગિયારમા સૈકા અને તે પછીના સમયમાં તે અનેક જૈન મંદિરે આજે પણ આ પ્રદેશમાં વિદ્યમાન છે, જેમાંથી પ્રાપ્ત થતા શિલાલેખેથી જણાય છે કે, મારવાડને પ્રદેશ જેનેથી સમૃદ્ધ હતું અને તે તે સમયના રાજવીઓએ પણ જેનધર્મ સ્વીકારી અથવા તે પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી જેને પ્રતિષ્ઠા આપી હોય એમ લાગે છે. અનેક રાજવીઓએ જૈન મંદિરના નિભાવ માટે જમીને અને વેપાર પરના લાગાએનાં દાનપત્ર આપ્યાં હતાં. જેન મંદિર બંધાવનારા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org