________________
રાણકપુરની પંચતીથી છે પરંતુ એની ભૂતકાલીન મહત્તા આંકવાને આપણી પાસે કેટલીક તત્કાલીન વર્ણનસામગ્રી છે. શ્રીમેડ કવએ સંવત ૧૪ભાં રચેલા “frig-agaziા-માં તેમણે પ્રત્યક્ષ જોયેલા આ ગામનું વર્ણન કર્યું છે.'
“રાણકપુર જઈને અત્યંત ઉલ્લાસ અને સંતોષ થાય છે. આ નગર અણહિલપુર (પાટણ) જેવું છે. તેનાં ગઢ, મંદિર અને પિળો અત્યંત સુંદર છે. વચ્ચે સરિતાનાં નીર વહે છે. કૂવા, વાવ, વાડી, હાટ અને જિનમંદિર ઘણાં છે. તેમાં અઢાર વર્ણના લોક, લક્ષ્મીવંત વેપારીઓ અને પુણ્યશાળી માનવીઓ વસે છે. એ સૌમાં યશસ્વી દાનીશ્વર ધરસિંદ નામને સંઘવી મુખ્ય છે. તે જિનમંદિરને ઉદ્ધારક છે. તેની પુણ્યાત્મા માતા કામલદે નામે છે, જે રત્નસિંહ અને ધરણિંદ નામના બે નરરત્નને જન્મ આપી ધન્ય! ધન્ય !! ગવાય છે.”
આ વર્ણન ઉપરથી જણાય છે કે, પંદરમી સદીમાં આ રાણકપુર ઘણું સમૃદ્ધિશાળી અને આબાદ નગર હતું. એ સમયે જેનેનાં ૨૭૦૦ જેટલાં ઘરે હતાં. રાણકપુરના નિવા
૧. જુઓઃ પરિશિષ્ટ પહેલું, સ્તવન: ૧, ૧ થી ૭ કડી.
૨. વસ્તુતઃ મંદિરના કંપાઉંડની આસપાસની જમીન જોતાં અહીં કઈ વિશાળ ગામ વસ્યું હોય એમ લાગતું નથી. હા, ધરણુવિહાર જેવા મોટા મંદિરનું કામ વર્ષો સુધી ચાલ્યું હોય અને તે સમયે શિલ્પીઓ, કારીગર અને મજૂરોને જોઈતી વસ્તુઓ પૂરી પાડવા વેપારીઓ અહીં આવીને અસ્થાયી રૂપે વસ્યા હોય, દુકાને માંડી હોય એ બનવાજોગ છે. ઉત્તર દિશાની સાંકડી જમીનમાં પડેલાં ખંડિયેરેને જોતાં પણ અહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org