________________
રાણકપુરની પંચતીથી પશ્ચિમ તરફનાં વિશ–પચીશ પગથિયાં વટાવી શંગારચેકીની ઉપરની છતમાં નજર કરીએ તે દેટલાંક ઘટનાચિત્ર --ભાવે કરેલા નજરે પડે છે. એ ભાવે મારી ઉપલક નજરે જોતાં રામાયણ અને મહાભારતના પ્રસંગના હોય એમ લાગે છે. પરંતુ એને બરાબર જોઈએ તે જ એ ભાવેને સ્પષ્ટ ખ્યાલ આવી શકે.
શૃંગારકીના દરવાજામાં પ્રવેશ કરતાં ડાબા અને જમણું હાથ તરફ લાંબાં ભોંયરાં છે, જેમાં તીર્થકર મૂર્તિએ સંઘરી રાખેલી છે. ત્યાંથી આગળ જતાં લગભગ દશેક પગથિયાં વટાવીએ તે આપણે ચૌમુખ મંદિરની સામે બીજે સભામંડપ, જેને “મેઘનાદ મંડપ” કહે છે, ત્યાં આવીએ છીએ. મંડપના ઊંચા અને વિવિધ કેરણીયુક્ત સ્તંભે ઉપરની ગુમ્મજાકાર છતની ગળાકાર પટ્ટીમાં વિવિધ ભાવે સુંદર રીતે આલેખ્યા છે.
આ બીજા મંડપથી ચાર-પાંચ પગથિયાં ચડતાં પ્રભુ સમ્મુખના પ્રથમ રંગમંડપમાં અવાય છે.
આ જ પ્રમાણે જેવી પશ્ચિમ દિશામાં રચના છે તેવી જ બીજી ત્રણે દિશામાં એકસરખી રચના છે.
મૂળમંદિરમાં ચારે દિશામાં સ્થાપન કરેલી ભગવાન ષભદેવની ૬ ફૂટ ઊંચી મનહર મૂર્તિ બિરાજમાન છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાની મૂર્તિઓ ઉપર સં ૧૪૯૮ ના ફાગણ વદિ પના લેખે કોતરેલા છે. ૮ જ્યારે માત્ર ઉત્તર દિશાની મૂર્તિ ઉપર સં. ૧૬૭૯ના વૈશાખ સુદિ ૧૧ ને બુધવારનો લેખ છે. જેમાં રાણા કર્ણસંહના રાજ્યમાં શ્રી. વિજય
૮. જુઓ, પારશિષ્ટ બીજું લેખાંક: ૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org