________________
નાડલાઈન
હશે. પાછળથી તેની વચ્ચે ૩ ગાઉનું અંતર પડી જતાં બે જુદાં નગર રૂપે અસ્તિત્વમાં આવ્યાં એમ કેટલાકનું માનવું છે.
અહીંના શ્રી આદીશ્વર ભગવાનના મંદિરના શિલાલેખથી જણાય છે કે, એ મંદિર ૧૦ મા સૈકાથી પણ પ્રાચીન હોવું જોઈએ. શ્રીસમયસુંદર ઉપાધ્યાયે રચેલી તીર્થમામાં
નાડલાઈ જાદ” કહીને આ તીર્થને ભાવપૂર્વક ઉલ્લેખ કરે છે. વળી, શ્રી શીતવિજયજીએ રચેલી તીર્થમાં માં
નાડુલાઈ નવ મંદિર સાર, સુપાસ પ્રભુ નેમકુમાર, એમ કહીને ૯ મંદિર હોવાનું જણાવ્યું છે. આ ઉલ્લેખ આ તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાને નિર્દેશ કરી રહ્યા છે. અહીં આવેલા જેષલ નામક પહાડ ઉપર શ્રીનેમિનાથ ભગવાનનું મંદિર શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન બંધાવેલું હતું એમ મનાય છે.?
શ્રીહીરવિજયસૂરિના મુખ્ય શિષ્ય શ્રી વિજયસેનસૂરિના જન્મથી આ નગર પવિત્ર બનેલું છે.
આજે તે આ ગામ પડી ભાંગ્યું છે. નામનેયે વેપાર નથી. ગામમાં લગભગ ૭૦૦ ઘરની વસ્તીમાં જેનેનાં ૬૦ જેટલાં ઘર વિદ્યમાન છે, તેમાં લગભગ ૨૦૦ જેની વસ્તી હશે. ૫ ઉપાશ્રય, ૨ એશવાલ–પરવાડની જેન ધર્મશાળાઓ છે. એક આયંબિલ ખાતાની ધર્મશાળા પિરવાની છે. અને શિખરબંધી દેવમહાલય જેવાં ઉન્નત ૧૧ જિનમંદિરે વિદ્યમાન છે, જેમાંના કે કોઈ મંદિર તે ખૂબ ઊંચાં છે. આ ઉપરથી પણ २. प्रद्युम्नसंज्ञमधुजित्तनुजेन यत्राभ्यर्णावनिध्रशिखरे जिननेमिचैत्यम् । निर्मापितं पथि दृशोस्तदुपैति रम्यमद्यापि च स्फुरति तन्महिमा महीयान् ॥२७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org